Western Times News

Gujarati News

દેશનાં અન્નદાતાએ સત્યાગ્રહ સાથે ઘમંડનું માથું ઝુકાવી દીધુંઃ રાહુલ ગાંધી

નવીદિલ્હી, આજે સવારે ૯ વાગ્યે વડાપ્રધાન મોદી રાષ્ટ્રજાેગ સંબોધન કર્યુ હતુ, જેમા તેમણે ખેડૂતોનાં આંદોલનને સમાપ્ત કરવા માટે અને ખેડૂતોને રાહત આપવા માટે ત્રણેય કૃષિ કાયદાઓ પરત લેવીની ઘોષણા કરી હતી. જે બાદ દેશભરમાંથી અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

નરેન્દ્ર મોદીની ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત પર ટિપ્પણી કરતા કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, કિસાન સત્યાગ્રહે ઘમંડને હરાવ્યો. ત્રણ કૃષિ કાયદાઓ સામે ખેડૂતો છેલ્લા એક વર્ષથી વિરોધ કરી રહ્યા હતા.

મોદીની આ જાહેરાત બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે. કૃષિ કાયદાની વાપસી પર રાહુલ ગાંધીએ ટ્‌વીટ કર્યું અને લખ્યું, ‘દેશનાં અન્નદાતાએ સત્યાગ્રહ સાથે ઘમંડનું માથું ઝુકાવી દીધું. અન્યાય સામેની આ જીત બદલ અભિનંદન. જય હિંદ, જય હિંદ ખેડૂત.’ આ સાથે રાહુલ ગાંધીએ એક ટ્‌વીટમાં પોતાનો એક જૂનો વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેઓ ખેડૂતોનાં આંદોલનને સમર્થન આપી રહ્યા છે.

નવજાેત સિંહ સિદ્ધુએ કહ્યું કે, “કાળા કાયદાને રદ કરવો એ સાચી દિશામાં એક પગલું છે. કિસાન મોરચાનાં સત્યાગ્રહને ઐતિહાસિક સફળતા મળી. તમારા બલિદાનથી ડિવિડન્ડ ચૂકવવામાં આવ્યું છે. રોડ મેપ દ્વારા પંજાબમાં ખેતીને પુનર્જીવિત કરવી એ પંજાબ સરકારની ટોચની પ્રાથમિકતા હોવી જાેઈએ.

રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ટ્‌વીટ કરીને લખ્યું કે, “હું તમામ ખેડૂતોને નમન કરું છું જેમણે ખેડૂતોનાં આંદોલનમાં પોતાનો જીવ આપ્યો. આ તેમના બલિદાનની જીત છે.

ત્રણેય કાળા કૃષિ કાયદા પરત કરવાની જાહેરાત લોકશાહીની જીત અને મોદી સરકારનાં ઘમંડની હાર છે. છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતોની ધીરજની આ જીત છે. મોદી સરકારની અદૂરંદેશી અને અહંકારને કારણે સેંકડો ખેડૂતોએ જીવ ગુમાવ્યા તે દેશ ક્યારેય ભૂલી શકશે નહીં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.