Western Times News

Latest News from Gujarat

આગામી રોગચાળો ઉંદરોથી ફેલાવાની નિષ્ણાતોની ચીમકી

વોશિંગ્ટન, કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલી દુનિયા માટે વધુ એક ખરાબ સમાચાર છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ઉંદર, ખિસકોલી જેવા પ્રાણીઓ કોરોના જેવા વાયરસના વાહક હોઈ શકે છે. તેમણે કહ્યું કે આ રીતે આગામી રોગચાળો ઉંદરોથી આવી શકે છે.

પ્રિન્સટન યુનિવર્સિટીના નિષ્ણાતોએ જણાવ્યું કે ઘણા જીવોના જીનોમિક અભ્યાસ કરવામાં આવ્યા છે. આમાં પુરાવા મળ્યા છે કે ઉંદર જેવી કેટલીક પ્રજાતિઓ સાર્સ જેવા કોરોના વાયરસનો ભોગ બની ચૂકી છે. આનાથી તે જીવોમાં થોડી રોગપ્રતિકારક શક્તિ ઊભી થઈ છે. કોરોના વાયરસનો ચેપ સાર્સ-કોવ-૨ વાયરસથી થાય છે જે પ્રાણીઓથી જન્મે છે.

મતલબ કે કોરોના વાયરસ પ્રાણીઓમાંથી માણસોમાં આવ્યો છે. આ પહેલા એક અન્ય સંશોધનમાં જાણવા મળ્યું હતું કે ચાઈનીઝ ચામાચીડિયામાં ઘણા પ્રકારના સાર્સ જેવા વાયરસ રહી શકે છે. તેના લક્ષણો ચામાચીડિયાની અંદર પણ દેખાતા નથી. તેમણે કહ્યું કે આ પ્રકારના વાયરસની અંદર કેટલીક પ્રતિરક્ષા છે જે ભવિષ્યમાં કોઈપણ રોગચાળાને રોકવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

આ સંશોધન પ્રિન્સટન યુનિવર્સિટીના મોલેક્યુલર બાયોલોજીસ્ટ સીન કિંગ અને કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ મોના સિંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે અમારું સંશોધન દર્શાવે છે કે સાર્સ જેવા કોરોના વાયરસ પ્રાચીન ઉંદરોમાં ઘણી વખત સંક્રમિત થયા છે. આ કારણે તેમનામાં રોગપ્રતિકારક શક્તિ વધી છે. સંશોધકોએ વિવિધ જીવોના એસીઈ૨ રીસેપ્ટર પર પણ સંશોધન કર્યું, જેનો ઉપયોગ સાર્સ વાયરસ કોષોમાં પ્રવેશવા માટે કરે છે.

નોંધનીય છે કે, પ્રાણીઓ દ્વારા જન્મેલા રોગો સરળતાથી એક જાતિમાંથી બીજી જાતિમાં ફેલાય છે. તેના બેક્ટેરિયા સજીવોની અન્ય પ્રજાતિઓમાં પ્રવેશ કરીને ટકી રહે છે. જાે કે, તેઓ પ્રથમ કરતાં બીજા જીવતંત્રમાં જવાથી ઓછા જાેખમી બને છે. આનું એક ઉત્તમ ઉદાહરણ સામાન્ય શરદી છે, જે વિવિધ સજીવોમાંથી માણસોમાં પસાર થાય છે અને ત્યાં પણ ચાલુ રહે છે. તેના સ્ટ્રેન એચૐ૫એન૧, એચ૭એન૯ પક્ષીઓ અને ચેપગ્રસ્ત મનુષ્યોમાંથી ઉદ્દભવે છે.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers