Western Times News

Gujarati News

એશિયાના પહેલા મહિલા ટ્રક ડ્રાયવર પાર્વતી આર્યનું નિધન

મંદસૌર, હિંમત, ત્યાગ અને સમર્પણનું ઉદાહરણ એશિયાના પહેલા મહિલા ટ્રક ડ્રાઈવર પાર્વતી આર્યનું બુધવારે નિધન થઈ ગયું છે. તેઓ ૭૫ વર્ષના હતા. તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરાયો હતો અને કોંગ્રેસના નેતા હતા. પાર્વતી આર્ય છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમની સારવાર ચાલી રહી હતી. તેમણે મધ્ય પ્રદેશના મંદસૌરમાં છેલ્લા શ્વાસ લીધા. તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્‌ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે.

પાર્વતી આર્યની કહાની પ્રેરણાદાયક છે. ૧૧ ભાઈ-બહેનોના પરિવારમાં તેઓ સૌથી મોટા હતાં. પાર્વતીના પિતા મંદસૌરમાં કોન્ટ્રાક્ટર હતા. પાર્વતી જ્યારે ઘણા નાના હતા ત્યારે જ તેમના પિતાનું નિધાન થઈ ગયું હતું. સ્થિતિ એવી હતી કે, ઘરમાં ખાવાના ફાંફા થઈ ગયા હતા. પોતાની નાની ૭ બહેનો અને ત્રણ ભાઈઓની જવાબદારી તેમના પર આવી ગઈ હતી.

આવી મુશ્કેલી પરિસ્થિતિમાં પાર્વતીએ હાર ન માની. ભાઈ-બહેનોના ભરણ-પોષણ માટે તેમણે ટ્રક ચલાવવાનું નક્કી કર્યું અને પોતાના ર્નિણય પરથી ડગ્યા નહીં.

પાર્વતીનું કહેવું હતું કે, જ્યારે ઈંદિરા ગાંધી દેશના વડાપ્રધાન બની શકે છે, તો હું ટ્રક ડ્રાઈવર કેમ ન બની શકું? બસ, આ વિચારે જ તેમને વર્ષ ૧૯૭૮માં એશિયાના પહેલા ટ્રક ડ્રાઈવર બનાવી દીધા. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તેમણે ટ્રક ચલાવવાનું શીખ્યું. પાર્વતી માત્ર મંદસૌર કે તેની આસપાસના વિસ્તારોમાં જ નહીં, પરંતુ ટ્રક લઈને દેશના એક છેડેથી બીજા છેડા સુધી જતા હતાં.

તેમની સામે મુશ્કેલીઓ ઘણી હતી. ટ્રાન્સપોર્ટ વિભાગે ડ્રાઈવિંગ લાઈસન્સ આપવામાં અડચણો ઊભી કરી તો પાર્વતી આર્યએ ફરી કહ્યું કે, જ્યારે ઈંદિરા ગાંધી દેશ ચલાવી શકે છે તો હું ટ્રક કેમ ન ચલાવી શકું? પાર્વતી આર્યની આ ઉપલબ્ધિ પર પૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત જ્ઞાની ઝેલ સિંહેના હસ્તે તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો.

એ કોંગ્રેસનો જમાનો હતો. પાર્વતી આર્ય પણ તેનાથી પ્રભાવિત થયાં અને કોંગ્રેસમાં જાેડાઈ ગયા. પાર્ટીએ તેમને ૧૯૯૦માં સુવાસરા વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. તેઓ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યાં પરંતુ હારી ગયા. પછી જિલ્લા પંચાયત સભ્યની ચૂંટણી લડ્યાં અને જીતી ગયાં. તે પછી તેઓ બે વખત જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ પણ બન્યા હતાં.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.