Western Times News

Gujarati News

ડિસિપ્લિનરી કમિટિમાંથી ગુલામનબીની હકાલપટ્ટી

નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીર કોંગ્રેસમાં પણ પંજાબ જેવો જ અસંતોષનો ચરુ ઉકળી રહ્યો છે. તાજેતરમાં કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદના ૨૦ જેટલા સમર્થક નેતાઓએ રાજ્યમાં નેતૃત્વ પરિવર્તની માંગ સાથે પાર્ટીમાથી રાજીનામા ધરી દીધા છે.એ પછી હવે કોંગ્રેસ ડિસિપ્લિનરી કમિટીમાંથી આઝાદને બહાર કરી દીધા છે.

કોંગ્રેસે આ કમિટિની ફરી રચના કરી છે અને હવે આ કમિટીના અધ્યક્ષ એ કે એન્ટનીને બનાવાયા છે.જ્યારે તારિક અનવર સચિવ હશે.કમિટિમાં અંબિકા સોની, દિલ્હીના નેતા જય પ્રકાશ અગ્રવાલ તેમજ કર્ણાટક નેતા જી પરમેશ્વરને સભ્ય તરીકે સ્થાન અપાયુ છે.

ગુલામ નબી આઝાદ કોંગ્રેસના જી-૨૩ તરીકે ઓળખાતા ગ્રુપના મનાય છે અને ગુલામ નબીએ સપ્ટેમ્બર મહિનામાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો કે, પાર્ટીના મામલા પર ચર્ચા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવે.

જાેકે આઝાદ સમર્થકોએ હવે કોંગ્રેસ સામે જમ્મુ કાશ્મીરમાં નવો મોરચો ખોલ્યો છે.જેના કારણે પંજાબની જેમ અહીંયા પણ રાજ્ય કક્ષાએ આંતરિક ઘમાસાણ શરુ થયુ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.