Western Times News

Gujarati News

પાછલી સરકારો યુપીને લૂંટતા થાકતી ન હોતીઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહોબા ખાતે અર્જુન સહાયક પરિયોજનાનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આશરે ૨,૬૫૫ કરોડ રૂપિયાની અર્જુન સહાયક પરિયોજના મહોબા, હમીરપુર, બાંદાના ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારી સાબિત થશે. આ પરિયોજના દ્વારા ખેડૂતોને ૫૯,૪૮૫ હેક્ટર જમીનની સિંચાઈની સુવિધાનો ફાયદો મળશે. આ સાથે જ આ પરિયોજનાના માધ્યમથી મહોબા જિલ્લામાં ૨૦૦ લાખ ઘન મીટર પીવાનું પાણી પણ ઉપલબ્ધ થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મહોબા, હમીરપુર, બાંદા અને લલિતપુર ખાતે ૩,૨૪૦ કરોડ રૂપિયાની અર્જુન સહાયક પરિયોજના, ભાવની બાંધ પરિયોજના, રતૌલી બાંધ પરિયોજના, મસગાંવ-ચિલ્લી સ્પ્રિંકલર પરિયોજનાનું લોકાર્પણ કર્યું. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, બુંદેલખંડમાંથી પલાયન રોકવા માટે તે વિસ્તારને રોજગાર મામલે આર્ત્મનિભર બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

બુંદેલખંડ એક્સપ્રેસવે અને યુપી ડિફેન્સ કોરિડોર તેનું ખૂબ મોટું પ્રમાણ છે. આ ઉપરાંત વડાપ્રધાને જણાવ્યું કે, બુંદેલખંડના લોકો પહેલી વખત વિકાસ માટે કામ કરનારી સરકાર જાેઈ રહ્યા છે. પાછલી સરકારો યુપીને લૂંટતા થાકતી નહોતી, અમે કામ કરતા થાકતા નથી.

વડાપ્રધાને જણાવ્યું કે, બુંદેલખંડને લૂંટીને અગાઉ સરકાર ચલાવનારાઓએ પોતાના પરિવારનું ભલું કર્યું. તમારો પરિવાર ટીપે-ટીપાં માટે તરસતો રહે તેનાથી તેમને કોઈ જ ફરક ન પડ્યો. અર્જુન સહાયક પરિયોજના દ્વારા ખેડૂતોને ૫૯,૪૮૫ હેક્ટર જમીનની સિંચાઈ સુવિધાનો ફાયદો મળશે.

આ સાથે જ આ પરિયોજના દ્વારા મહોબા જિલ્લામાં ૨૦૦ લાખ ઘન મીટર પીવાનું પાણી પણ ઉપલબ્ધ થશે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૯-૨૧ નવેમ્બર સુધી ૩ દિવસ માટે ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. મહોબા બાદ વડાપ્રધાન ઝાંસી જશે અને ગરૌઠા ખાતે ૬૦૦ મેગાવોટના અલ્ટ્રા મેગા સોલર પાવર પાર્કની આધારશીલા રાખશે.

તે માટે આશરે ૩,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચો થશે. તે સિવાય વડાપ્રધાન અટલ એકતા પાર્કનું ઉદ્‌ઘાટન કરશે જેની કિંમત ૧૧ કરોડ રૂપિયા છે. ૪૦ હજાર વર્ગ મીટરમાં ફેલાયેલા આ પાર્કમાં અટલ બિહારી વાજપેયીજીની પ્રતિમા મુકવામાં આવી છે. મૂર્તિકાર રામ સુતારે આ પ્રતિમાનું નિર્માણ કર્યું છે અને તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં પણ પોતાનું યોગદાન આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.