Western Times News

Latest News from Gujarat

યુવતીએ સંબંધ રાખવાની ના પાડી તો મિત્રએ અપહરણ કર્યું

અમદાવાદ, જ્યારે સીટીએમની રહેવાસીને ૨૪ વર્ષીય યુવતીને જાણવા મળ્યું કે તેની સાથે સંબંધો વિકસાવવા માગતો વ્યક્તિ પરિણીત છે, ત્યારે તેણે સંબંધ તોડી નાખ્યા હતા. જાેકે યુવતી દ્વારા આ પ્રકારે અસ્વીકારને સ્વિકાર કરવામાં અસમર્થ આરોપીએ તેનું અપહરણ કર્યું હતું અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.

તેમજ યુવતીને તેના ઘર પાસે છોડતા પહેલા તેની સાથે છેડતી પણ કરી હતી. આ અંગે આનંદનગર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ આધારે મળતી માહિતી મુજબ સેટેલાઇટમાં એક કંપનીમાં રિક્રુટર તરીકે કામ કરતી મહિલાએ પોલીસને જણાવ્યું,

“હું જ્યારે ધોરણ ૧૦માં હતી ત્યારે હાટકેશ્વરના રહેવાસી ઘનશ્યામ રાજપૂતના સંપર્કમાં આવી હતી. મારી મિત્ર તેની સાથે પ્રેમમાં હતી. જાેકે ઘણા વર્ષો પછી હું તેને જુલાઈ ૨૦૨૦ માં મળી. જે બાદ અમારી વચ્ચે વાતચીત વધતી ગઈ અને ઓગસ્ટ ૨૦૨૦ સુધીમાં તો અમે નિયમિતપણે મળવાનું શરૂ કર્યું

અને નંબરોની આપ-લે પણ કરી અને વાતચીત પણ વધી. તેવામાં એકવાર જ્યારે મારું વાહન મારી પાસે નહોતું ત્યારે રાજપૂતે મને સહિસલામત ઘર સુધી મૂકી હતી. જાેકે, તે બાદ મને જાણવા મળ્યું કે તે હકીકતમાં પરિણીત છે અને તેને બે બાળકો પણ છે. આ દરમિયાન મારા માતા-પિતા પણ મારા માટે સારું લગ્ન કરવા યોગ્ય પાત્ર શોધી રહ્યા હતા. જેથી મેં રાજપૂત સાથેના સંબંધો કાપી નાખ્યા હતા અને તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.

આ સાથે જ તેણે રાજપૂતનો નંબર પણ બ્લોક કરી દીધો હતો. જે બાદ તેણીએ આરોપ લગાવ્યો કે બુધવારે સાંજે ૭.૩૦ વાગ્યાની આસપાસ જ્યારે તે ઓફિસથી નીકળી રહી હતી ત્યારે રાજપૂત કારમાં તેની રાહ જાેઈ રહ્યો હતો. “તેણે મારું વાહન અટકાવ્યું અને, તેના મિત્ર રાજેશ મરાઠીની મદદથી મારું અપહરણ કર્યું અને સરખેજ તરફ લઈ ગયો.

યુવતીએ દાવો કર્યો હતો કે તેણે મદદ માટે બૂમો પાડી હતી પરંતુ બંનેએ વાહનને ઝડપથી આગળ વધારી દીધું હતું.” “કારમાં રાજપૂતે મારી સાથે મારપીટ કરી અને દુર્વ્યવહાર કર્યો. મારા ચશ્મા પણ પડી ગયા અને તેથી તેઓ મને ક્યાં લઈ જતા હતા તે હું સમજી શકી નહીં. લગભગ ૩૦ મિનિટ પછી, તેઓ મારા ઘરની બહાર રોકાયા.

મારી મમ્મી પણ ત્યારે બહાર જ ઉભી હતી. રાજપૂત સતત મારી સાથે મારપીટ કરતો હતો. દરમિયાન, ત્રીજાે માણસ આવ્યો અને તેણે પણ મારી સાથે દુર્વ્યવહાર કર્યો” તેમ યુવતીએ આરોપ મુકતાં કહ્યું હતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers