Western Times News

Gujarati News

PSI-LRD માટે ૨૬મીથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશેે

પ્રતિકાત્મક

ગાંધીનગર, પોલીસ ભરતી માટે ગુજરાતના યુવાનો હવે લોક રક્ષક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. પીએસઆઈ તથા એલઆરડી માટેની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર આવી ગયા છે. પીએસઆઈ તથા એલઆરડી બન્ને માટે એક જ વખત પરીક્ષા લેવાશે જેની શારીરિક કસોટીની તારીખ જાહેર થઈ ગઈ છે.

૩ ડિસેમ્બરથી દોડની પરીક્ષા શરૂ થશે જે માટેના કોલલેટર ર્ંત્નછજી વેબસાઈટ પરથી ૨૬ નવેમ્બરથી કાઢી શકાશે. પોલીસ ભરતીની શારીરીક કસોટી રવિવારના દિવસે રાખવામાં આવેલ નથી.

રવિવારના દિવસે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનાર ઉમેદવારોને પણ રાહત આપવામાં આવી છે. આ સંદર્ભે આઈપીએસ હસમુખ પટેલે ટ્‌વીટ કરી જાણકારી આપી છે. ગુજરાત પોલીસમાં એલઆરડીમાં ૧૦,૪૫૯ જેટલી અને પીએસઆઈની ૧,૩૮૨ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. પોલીસ ભરતીની શારીરીક કસોટી રવિવારના દિવસે રાખવામાં આવેલ નથી.

રવિવારના દિવસે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનાર ઉમેદવારોની જાણ સારું. પોલીસ ભરતીની શારીરીક કસોટી ૩ ડિસેમ્બરથી શરૂ થશે. ૨૬ નવેમ્બરથી ઓજસ વેબસાઇટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. માહિતી માટે લોકરક્ષક તથા પી.એસ.આઇ ભરતી બોર્ડની વેબસાઈટ જાેતા રહેવું

જાેકે, આ અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ છે કે, ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા ૧૦,૪૫૯ લોક રક્ષક દળ જવાનોની ભરતી માટે તા. ૨૩ ઓક્ટોબર ૨૦૨૧થી ૯ નવેમ્બર ૨૦૨૧ દરમિયાન ઓનલાઇન અરજી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઉમેદવારોની લાંબા સમયની પ્રતિક્ષા બાદ સરકારી તંત્રમાં ભરતી આવતા મોટી સંખ્યામાં ઓનલાઈન અરજી થઈ હતી. પરંતુ તા. ૭ નવેમ્બર ૨૦૨૧થી ૯ નવેમ્બર ૨૦૨૧ દરમ્યાન એટલે કે છેલ્લી મુદતના પહેલાના ૩ દિવસ સુધી સર્વર સતત ખોટકાયેલું રહેતા ઓનલાઈન અરજીના સતત પ્રયત્નો પછી પણ ઉમેદવારો અરજી કરવાથી તેમજ ફી ભરવાથી વંચિત રહી ગયા છે.

સાથે જ તહેવારોની રજા દરમ્યાન સરકારી કચેરીઓ તેમજ સરકારી કામકાજ બંધ હોવાના કારણે ઘણા ઉમેદવારો જાતિનો દાખલો, આવકનો દાખલો તેમજ અન્ય જરૂરી પુરાવા મેળવી શક્યા નથી અને અરજી કરી શક્યા નથી. વધુમાં ચાવડાએ કહ્યું હતુ કે ગુજરાતના લાખો સક્ષમ અને બેરોજગાર ઉમેદવારોની માંગ અને લાગણીને ધ્યાનમાં રાખી,

ઉમેદવારોની આશા અને વિશ્વાસ જીવંત રાખવા સીએમ પત્ર લખી ઓનલાઈન અરજી પ્રક્રિયાનો સમય વધારવામાં આવે અને ઉમેદવારોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરાઇ છે.

ગુજરાતમાં ૧૦,૯૮૮ પોલીસની ભરતી માટે લોકરક્ષક દળ એટલે કે એલઆરડી ભરતી બોર્ડના અધ્યક્ષ પદે આઈપીએસ હસમુખ પટેલને નિયુક્ત કરવામા આવ્યા છે. આ બોર્ડમાં કુલ પાંચ સભ્યો હશે. બોર્ડના અધ્યક્ષ એવા હસમુખ પટેલના ટ્‌વીટ પ્રમાણે બહુ ઝડપથી એલઆરડીની પરીક્ષા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા એલઆરડીની પરીક્ષામાં પેપર લીક અને મહિલા અનામત ઠરાવને લઈને વિવાદ થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.