Western Times News

Gujarati News

રૂપિયા ચૂકવી ન શકતા મોબાઇલના વેપારીને મૂઢ માર મારીને ધમકી આપી

પ્રતિકાત્મક

અમદાવાદ, રામોલમાં મોબાઇલ એસેસરિઝના બાકી નીકળતા રૂપિયા વેપારીએ મંદીના કારણે ચૂકવી ન શકતા ત્રણ વ્યક્તિએ મૂઢ મારીને ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

રામોલમાં આવેલ ક્રિશ એવન્યુમાં રહેતા લલિતદાસ વૈષ્ણવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લલિતદાસ વિરાટનગર ખાતે પાર્થ મોબાઇલ શોપની દુકાન ધરાવે છે. આજથી ત્રણ મહિના પહેલા તેમની દુકાને આઇ ક્યુ કંપનીના સેલ્સમેન વનરાજસિંહ જબ્બરસિંહ તોમર આવ્યા હતા.

આવીને કહ્યું કે અમારી કંપનીનો એસેસરિઝનો સામાન બીજી કંપની કરતા સસ્તો આપીએ છીએ. તમે તમારી દુકાનમાં અમારી કંપનીનો સામાન સેમ્પલ તરીકે રાખો અને તમારે સામાન જાેઇએ તો ફોન કરજાે.

જેથી વનરાજસિંહ ત્રણ મહિનાના ઉધાર પર ૨૯,૦૦૦નો સામાન લલિતભાઇને આપ્યો હતો. તેમને ટુકડે ટુકડે સામાનના પૈસા આપી દેવાની વાત કરી હતી. લલિતભાઇએ પંદર હજાર રૂપિયા ચૂકવી આપ્યા હતા. લલિતભાઇએ ધંધામાં મંદી આવતા તે વનરાજસિંહને પૈસા સમયસર ચૂકવી શક્યા ન હતા.

જેથી વનરાજસિંહે અને તેની સાથે અન્ય બે યુવકોએ લલિતભાઇને નિકોલ શુકન ચાર રસ્તા પાસે બોલાવીને કહ્યું કે બાકીના રૂપિયા કેમ નથી આપતો આમ કહીને મૂઢ માર માર્યો હતો. દરમિયાનમાં લલિતભાઇએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો આવી ગયા હતા.

વનરાજસિંહે જતા જતા કહ્યું કે આજે તો બચી ગયો તું ફરી ક્યાંક રસ્તામાં મળીશ તો તને અમે જાેઇ લઇ લઇશું. તેવી ધમકી આપી હતી. જેથી લલિતભાઇ ગભરાઇ ગયા હતા અને તેમણે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.