Western Times News

Gujarati News

ડાર્કવેબથી અમેરીકન ડ્રગ્સ વેચતા વધુ બે પેડલર બોપલથી ઝડપાયા

(એજન્સી) અમદાવાદ, અમેરીકન ડ્રગ્સની ઓનલાઈન ડાર્કવેબ મારફતે ઈન્ટેરનેશનલ ડ્રગ્સ ડીલરોનો સંપર્ક કરીને કરોડોનો વેપલો કરતા વંદિત પટેલ અને પાર્થ શર્માનીે બે દિવસ પહેલા અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ધરપકડ કરી હતી. તમના જ બે અન્ય ડીલરો વિપુલ ગોસ્વામી અને ઝીલ પરાંતેની પણ પોલીસે બોપલથી ધરપકડ કરી છે.

વિપુલ અને ઝીલે બે વર્ષમાં જ આઠ કરોડથી પણ વધારે રૂપિયાનુૃ ડ્રગ્સ વેચ્યુ હોાવનુૃ પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે. એટલુ જ નહીં આરપીઓ ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાનો વિડીયો પણ પોલીસ પાસે આવ્યો હોવાનુૃ સુત્રોએ જણાવ્યુ હતુ.

આ અંગે અમદાવાદ જીલ્લાના ડીએસપી વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યુ હતુ કે, અમે ઈન્ટરનેશનલ ડ્રગ્સની હેરાફેરીના કેસમાં વધુ બે પેડલરોની ધરપકડ કરી લીધી છે. તેમજ અમે ડ્રગ્સ માફિયાઓની આખી સિન્ડીકેટ પકડીને તેમની કમર ભાંગી નાંખીશુ. બોપલના કબીર એન્ક્લેેવ ચોકડી તરફથી ઈસ્કોન ફલોરા ચારરસ્તા પાસેના ઘુમા તરફ અમરીકન ડ્રગ્સનો કારોબાર કરતા બે શખ્સ કારમાં પસાર થઈ રહ્યા હોવાની પોલીસને માહિતી મળી હતી.

જેથી પોલીસે બંન્નેની ધરપકડ કરી હતી. આરોપીઓ એજ્યુકેટેડ હોવાથી હવાલા સિસ્ટમથી ક્રિષ્ટો કરન્સી મારફતે પેમેન્ટનું ચુકવણુ કરી એર કુરીયર મારફતે પ્રોહિબિટેડ નશાકારક પદાર્થો મંગાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.