Western Times News

Gujarati News

અમદાવાદના બિસ્માર રસ્તાઓનુ પેચવર્ક શરૂ, દિવાળીને લીધે કામગીરી બંધ હતી

File

દિવાળીના તહેવારોને લઈને આ ઝોનમાં ગત તા.૧ નવેમ્બરથી કામગીરી બંધ છે. રોડના કામ સાથે સંકળાયેલા મજૂરો દિવાળી મનાવવા વતનથી પરત ફર્યા હોઈ પશ્ચિમ ઝોનમાં એક પેવરનું કામ શરૂ થઈ ચુકયું છે.

હાલ શહેરમાં સાત પેવર ચાલી રહ્યાં છેઃ ગોતા, રામોલ, હાથીજણમાં પેચવર્કની કામગીરી પણ હાથ ધરાઈ

અમદાવાદ, શહેરીજનો માટે સારા રસ્તાની સુવિધા પૂરી પાડવી તે મ્યુનિ. કોર્પોરેશનની પ્રાથમિક ફરજમાં આવે છે. નળ, ગટર અને રસ્તા એટલે કે નગરના પાયા પર પ્રત્યેક મ્યુનિસિપલ કોર્પોરેશન ચાલતું હોય છે. અમદાવાદ જેવા ગુજરાતના સૌથી મોટા અને આર્થિક રીતે સમૃદ્ધ મ્યુનિ. કોર્પોરેશનમાં દર વર્ષે કરોડો રૂપિયા રસ્તાના કામો પાછળ ખર્ચાય છે.

ચોમાસામાં રસ્તા બિસ્માર થતા હોઈ તેને થીંગડા મારવા કે પછી ડામર પાથરીને મોટરેબલ કરવાના કામો સ્વાભાવિકપણે હાથ ધરવા પડે છે તેમાં પણ વરસાદ બંધ થયા બાદ તે અમલમાં મુકાય છે. જાેકે અમદાવાદમાં દિવાળીના તહેવારોની પહેલા જ મજૂરો વતન તરફ પ્રયાણ કરતા રોડના કામો ઠપ થયા હતા,

જે દેવ દિવાળી એટલે કે આજથી ચાલુ કરાશે તેવી તંત્રની ગણતરી હતી, પરંતુ દેવ દિવાળીના ત્રણ દિવસ પહેલા જ રોડના કામો શરૂ થયા હોઈ લોકો હાશકારો અનુભવી રહયા છે.

ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૧-રરમાં શહેરમાં રૂ.રરપ કરોડના કામોને આયોજન હેઠળ લેવાયા છે. આ કામોને આગામી તા.૩૧ માર્ચ- ર૦રર સુધીમાં પૂર્ણ કરવાના થાય છે જાેકે અમુક કામોને દિવાળી પહેલા પૂરા કરવાના હતા એટલે તેની પાછળ અમદાવાદીઓને દિવાળીના સપરમાં દિવસોમાં મોટરેબલ રસ્તા મળી રહે તેવો સત્તાવાળાઓનો આશય હતો.

જાેકે તંત્રને તેના દિવાળી પહેલાંના રોડના કામોને ઝડપભેર પૂર્ણ કરવામાં ખાસ સફળતા મળી નહોતી. જેના કારણે શહેરીજનો દિવાળીમાં પણ ડિસ્કો રોડથી પરેશાન થયા હતા.

જાેકે સત્તાધીશો દેવ દિવાળીની પહેલા રોડના કામ શરૂ કરી શકયા છે. હાલમાં શહેરમાં સાત પેવર ચાલી રહ્યા છે. ગત તા.૧૬ નવેમ્બરે પૂર્વ ઝોનમાં ર૯૧.૭૬ મેટ્રિક ટન, ઉત્તર ઝોનમાં રર૧.૪૧ મેટ્રિક ટન, દક્ષિણ ઝોનમાં ૭૦.૬૬ મેટ્રિક ટન, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ર૧પ.૮૮ મેટ્રિક ટન અને રોડ પ્રોજેકટ વિભાગમાં ૭૩૪.૩૪ મેટ્રિક ટન મળીને કુલ ૧૭૩૪.૦૪ મેટ્રિક ટનનું કામકાજ હાથ ધરાયું હતું.

ગત તા.૧ એપ્રિલ- ર૦ર૧થી ૧૬ નવેમ્બર સુધી શહેરમાં ર,૧પ,૧૦૩,૪૭ મેટ્રિક ટનના રોડના કામ પૂર્ણ કરાયા છે. તા.૧૬ નવેમ્બરે ગોતા, રામોલ, હાથીજણ અને બહેરામપુરામાં ૧પ૦.૩૪ મેટ્રિક ટનના તંત્રે પેચવર્કના કામ કર્યા હતા જયારે ઉત્તર-પશ્ચિમ ઝોનના ગોતામાં ઉમા શરણમથી લેવલ ક્રોસિંગ- ત્રણ સુધી, ઉત્તર ઝોનના ઠક્કરનગરમાં શકિતચોકથી ૧૦૦ ફૂટ રોડ, પૂર્વ ઝોનના રામોલ હાથીજણમાં ભરતભાઈ કૂવાથી વિઝોલ તળાવ રોડ ખાતે પેવરના કામ થયા હતા.

ગોતાના જગતપુર રેલવે ઓવરબ્રિજના એપ્રોચ રોડ પર પણ પેવર ચલાવાયું હતું, જયારે દક્ષિણ-પશ્ચિમ ઝોનના સરખેજના વીઆઈપી રોડ પર હેવી પેચવર્ક કરાયું હતું.

આગામી અઠવાડિયામાં શહેરમાં વધુ પાંચ-છ પેવર ચાલુ થઈ જશે તેવો તંત્રનો દાવો છે.આમ દેવ દિવાળી પતી ગયા બાદ મજૂરો વતનથી પાછા ફરીને રોડના કામો હાથ પર લેવાને બદલે શહેરમાં સાત પેવરની કામગીરી ચાલુ થતા લોકો અમુક અંશે રાહત અનુભવી શકશે.

પશ્ચિમ ઝોનની વાત કરીએ તો શહેરના સમૃદ્ધ ગણાતા આ ઝોનમાં ચાલુ વર્ષે રૂ.૭૩ કરોડના ખર્ચે ૧ર૯ રોડને ચકાચક કરવાનંુ આયોજન ઘડી કાઢયું છે, જેમાં નવરંગપુરામાં ર૧, પાલડીમાં ર૦, રાણીપમાં ૧૮, સ્ટેડિયમમાં ૧૬, સાબરમતીમાં ૧૬, નારણપુરામાં ૧ર, વાસણામાં ૮ અને ચાંદખેડામાં ૬ રોડને રિસરફેસ કરાશે.

જાેકે દિવાળીના તહેવારોને લઈને આ ઝોનમાં ગત તા.૧ નવેમ્બરથી કામગીરી બંધ છે. રોડના કામ સાથે સંકળાયેલા મજૂરો દિવાળી મનાવવા વતનથી પરત ફર્યા હોઈ પશ્ચિમ ઝોનમાં એક પેવરનું કામ શરૂ થઈ ચુકયું છે. ઉપરાંત મિલિંગને લગતી કામગીરી પણ નવરંગપુરા અને નારણપુરામાં ચાલી રહી છે. પેચવર્કના કામો માટે એક જેટ પેચર પણ કામ લાગી ગયું છે એટલે પશ્ચિમ ઝોનમાં પણ દેવદિવાળી પહેલા રોડના કામોના શ્રીગણેશાય થઈ ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.