Western Times News

Gujarati News

સ્ટેટ GST તપાસ દરમ્યાન મીલકત ટાંચમાં લઈ શકે નહી

હાઈકોર્ટે કહ્યુ, કરદાતાને અપીલમાં જવાનો બંધારણીય હક્ક છે

(એજન્સી) અમદાવાદ, એસજીએસટી ડીપાર્ટમેન્ટના અધિકારીઓએ તાજેતરમાૃ મહાવીર એન્ટરપ્રાઈઝ નામના ડીલર સામે તપાસ ચાલુ હોવા છતાં પ્રોપર્ટી એટેચ કરી હતી. કરદાતાએ ગુજરાત હાઈકોર્ટમાં આ નિર્ણયને પડકારતા હાઈકોર્ટે ચુકાદામાં જણાવ્યુ હતુ કે જ્યાં સુધી જીએસટીની ભરવાપાત્ર રકમ ફાયનલ ના થાય

ત્યાં સુધી ડીપાર્ટમેન્ટ કરદાતાની પ્રોપર્ટીને ટાંચમાં લઈ શકે નહી. આ ચુકાદાને કારણે કરદાતાઓની પ્રોપર્ટી ઉપર આડેધડ કરવામાં આવતી એટેચ પર રોક લાગી જવા પામી છે.

આ કેસમાં તપાસ ચાલુ હોવા છતાં સ્ટેટ જીએસટીએ ભવિષ્યમાં ઉભી થનારી ટેક્ષની જવાબદારીની ધારણા મુકી ડીઆરસી ૦૭ નામનું ફોર્મ જનરેટ કર્યુ હતુ. આ ઉપરાંત કરદાતાની મિલકત ટાંચમાં લેવાઈ હતી. કાયદાની જાેગવાઈ મુજબ પ્રોપર્ટી એટેચ કરવા માટે જીએસટી કમિશ્નરની પરવાનગી લેવી પડે છે.

જે આ કેસમાં લેવામાં આવી નહોતી. ગુજરાત હાઈકોર્ટે ચુકાદામાં જણાવ્યુ હતુ કે ડડીઆરસી ૦૭ એ અપીલ ઓર્ડર છે. જે કરદાતાની અપીલ કરવાનો બંધારણીય હક્ક છે. આમ, કરદાતાને અપીલ કરવાનો હક્ક રહ્યો હોય એવા કિસ્સામાં ડીપાર્ટમેન્ટ કરદાતાની મિલકતોને ટાંચમાં લઈ શકે નહી.

હાઈકોર્ટે ચુકાદો આપતા સ્ટેટ જીએસટી વિભાગે મિલકતો પર મારેલી પ્રોવિઝનલ ટાંચ રદ કરવાનો આદેશ કર્યો હતો. અને કરદાતાને તેના બંધારણ હક્ક પ્રમાણે અપીલમાં જવાની તક આપવાનો ઓર્ડર કર્યો હતો. આ ચુકાદા અનુસાર સ્ટેટ જીએસટીના અધિકારીઓએે કરદાતા ની પ્રોપર્ટીને જપ્ત કરીને તેના ઉપર બોજાે મુકવામાં આવે છે.

એની ઉપર રોક લાગશે. અને ડીપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવતી એક તરફી કાર્યવાહીથી કરદાતાઓને મુશ્કેલીમાં થી છુટકારો મળશે. સંખ્યાબંધ કેસમાં સ્ટેટ જીએસટી ડીપાર્ટમેન્ટ બિનજરૂરી રીતે કરદાતાની મિલકતો ટાંચમાં લેતો હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.