Western Times News

Gujarati News

શીખોએ મુસ્લિમોને ગુરુદ્વારામાં તથા હિન્દુ વેપારીએ પોતાના ઘરમાં નમાજ અદા કરવા માટે માર્ગ મોકળો કર્યો

‘‘ગૌરવ એવી ચીજ છે જે માનવીએ ખોવી ન જાેઈએ”!

ગુડગાવમાં કટ્ટરપંથીઓએ મુસ્લિમ સમાજના લોકોને નમાજ પઢતા હેરાન કરતા ગુડગાંવના શીખોએ મુસ્લિમોને ગુરુદ્વારામાં તથા હિન્દુ વેપારીએ પોતાના ઘરમાં નમાજ અદા કરવા માટે માર્ગ મોકળો કરી આપી કટ્ટરવાદીઓને તમાચો માર્યો?!
પરમેશ્વર એક છે જ્યારે ‘પ્રાર્થના’ કરવાનો અધિકાર સૌને છે!

તસવીર મહારાષ્ટ્રમાં આવેલ ગુડગાંવના ગુરુદ્વારાની છે જ્યાં શીખધર્મના લોકો ગુરુ ગ્રંથસાહેબ પર માથું ટેકવી પરમેશ્વર ની આરાધના કરે છે આ ગુરુદ્વારામાં નમાજ પઢવા માટે શીખધર્મના કર્મશીલ સંચાલકે પરવાનગી આપી છે! તેની આ બોલતી તસ્વીર છે બીજી તસવીરમાં ગુડગાંવના એક હિન્દુ વેપારી ની છે તેણે મુસ્લિમ પરિવારને પોતાના ઘરમાં બેસીને નમાજ અદા કરવાની પરવાનગી આપી છે! તે હિન્દુ ધર્મનીષ્ઠની આ બોલતી તસ્વીર છે! સ્વામી વિવેકાનંદે માટે જ કહ્યું છે કે ‘‘ધર્મને નામે પ્રાર્થના કરવા જાેડાયેલા બે હાથ કરતા કોઈને મદદ કરવા લંબાવેલો હાથ વધુ સાર્થક છે”!! જે હિંદુઓ અને શીખો એ પોતાની જગ્યા માં મુસ્લિમ પરિવારને પોતાની નમાજ અદા કરવા પરવાનગી આપે છે કે છૂટ આપી છે તેઓ આ દુનિયાના લોકો ને એ સંદેશો આપે છે કે પરમેશ્વરની પ્રાર્થના એ ‘પ્રાર્થના’ છે! પરંતુ આ ‘કર્તવ્યધર્મ’ પાછળ એ સંદેશો પણ છુપાયેલો છે કે પરમેશ્વરને કોઈ ધર્મ હોતો નથી! માટે ‘ધર્મ’ની આડમાં અનેક લોકો પરમેશ્વર ની આરાધના કરી ને પણ દુખી છે કે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે જ્યારે ‘માનવધર્મ’ સાથે ‘કર્તવ્યધર્મ’ નિભાવે છે, ન્યાયધર્મ અદા કરે છે તે જ પરમેશ્વરની નજરમાં ‘શ્રેષ્ઠ આત્મા’ છે! માટે તો શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતામાં શ્રીકૃષ્ણે ‘કર્તવ્યકર્મ’ કરવાથી ‘મોક્ષ’ – ‘જન્નત’ પ્રાપ્ત થાય છે નો સંદેશ આપ્યો છે!!
(તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

સ્વામી વિવેકાનંદે સરસ કહ્યું છે કે ‘‘માનવી જ્યારે બીજા ઉપર ઉપકાર કરવાનું બંધ કરી દે છે ત્યારે તેનું આધ્યાત્મિક મૃત્યુ થાય છે!! જ્યારે અર્થર શોપણ હોવરે પણ અદભુત કહ્યું છે કે ‘‘કીર્તિ એવી ચીજ છે જે માણસે કમાવી પડે છે અને ગૌરવ એવી ચીજ છે જે વ્યક્તિએ ખોવી ના જાેઈએ”!!

માનવી શ્રી ભગવાનની પ્રાર્થના કરી ઉભો થાય અને તેનામાં માનવતા નો દીપ ન પ્રગટે તો સમજવું કે તે પરમેશ્વરના ન્યાયધર્મને સમજ્યો નથી અને પરમાત્માએ તેની પ્રાર્થના કબૂલ રાખી નથી કારણકે ‘ધર્મ’ની સીડી થી પરમેશ્વર સુધી પહોંચી શકાતું નથી ‘કર્તવ્યધર્મ’ના સિદ્ધાંતો થી માનવી ભગવાનનો સાક્ષાત્કાર કરી શકે છે! માટે ચારે તરફ અનેક ધર્મો પથરાયેલા છે અને દરેક માનવી કોઈને કોઈ કથિત ધર્મ સાથે જાેડાઈને ઈબાદત કરે છે છતાં તે દુઃખી કેમ છે? આ જ તેનો પરમેશ્વરે આપેલો જવાબ છે!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.