Western Times News

Gujarati News

ટ્રેન્ડ અને ટ્રેડિશનના સમન્વય સાથે અમદાવાદમાં કલા અને સંસ્કૃતિ દર્શાવતું પ્રદર્શનનું આયોજન

માતૃભાષા અને સંસ્કૃતિની ટ્રેડીશનને ટ્રેન્ડી બનાવી જનરેશન નેક્સ્ટ માટે !

અમદાવાદ, ગુજરાતની સંસ્કૃતિ અને વારસો સમગ્ર વિશ્વમાં આજે પણ ડંકો વગાડી રહ્યો છે. ત્યારે આજ સંસ્કૃતિ ટ્રેન્ડ અને ટ્રેડિશન સાથે આગળ વધે અને આપણા વડીલોની ભાવનાને આદર મળે પણ આદર મળે આ સાથે પરિવારના રીતરિવાજ જળવાય અને એ એવી રીતે જળવાય કે જેથી બાળકોને ને પણ મજા પડે અને તેઓ તેને જલ્દી થી ગ્રહણ કરે હેતુથી આ લાઈવ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગેની પહેલ ગુજરાતના પાર્થિવી અધ્યારુ શાહ (ફાઉન્ડર અને ક્રિયેટિવ ડાયરેક્ટર પૉએટરી,કવિતાનું કલ્પવૃક્ષ) દ્વારા કરવામાં આવી છે. જેમાં પરિવાર સવારના બ્રેકફાસ્ટ થી લઈને જીવન જરૂરિયાતની દરેક વસ્તુમાં આનો ઉપયોગ કરી શકે છે. અને વિવિધ જરૂરિયાતો સાથે આપડી સંસ્કૃતિને જાળવી શકે છે. આ ત્રણ દિવસનું પ્રદર્શન જિમખાનાં કલબ, લૉગાર્ડન ખાતે તા. ૧૯ નવેમ્બર થી ૨૧ નવેમ્બરના રોજ  રાખેલ છે.

ગુજરાતીઓ આપણી માતૃભાષાથી ઘણાં અંશે વિમુખ થઈ રહ્યા છે એમાં પણ ખાસ કરીને અત્યારનીઊગતી પેઢી ! અમે એક એવી જગ્યાની શોધમાં છીએ કે જ્યાં એક હકારાત્મક ઉર્જાસભર વાતાવરણમાં માતૃભાષાઅંગેની કેળવણી કે બિલકુલ અનોખા અંદાજમાં કરી શકાય;

જ્યાં ભાષાને લગતા શબ્દો, વ્યાકરણ, કહેવતો, રૂઢિપ્રયોગવગેરે તથા કવિ અને લેખકો તથા પ્રખ્યાત ગુજરાતી કૃતિઓને અનોખા અંદાજમાં સજાવવામાં આવશે ! કોઈ પણભાષામાં ન થયું હોય તેવાં આ વિશેષ કાર્ય દ્વારા ગુજરાતીઓ પોતાની માતૃભાષા સાથે અનન્ય સેતુ સાધી શકશે.

આ પ્રદશનના ઉદ્ધઘાટન સમયે મુખ્ય મેહમાન તરીકે પૂજ્ય સ્વામીશ્રી વિદિતાત્માનંદજી ( પ્રેસિડન્ટ, અધ્યાત્મ વિદ્યામંદિર અને આર્ષ ગુરુકુલમ્, યુ.એસ.એ.),પદ્મશ્રી ડો. વિષ્ણુ પંડ્યા ( અધ્યક્ષ – ગુજરાત સાહિત્ય અકાદમી), હેતલ મોદી  –  દીપ્તી ગઢવી  –  જીગીષા ત્રિવેદી  –  અર્ચન ત્રિવેદી ( ગુજરાતી રંગભૂમિના લોકપ્રિય કલાકારો ), શ્યામ પટેલ (સંસ્કૃત છાત્ર અને શિક્ષક ),અને પાર્થિવી અધ્યારુ શાહ (ફાઉન્ડર અને ડાયરેક્ટર, POETREE, કવિતાનું કલ્પવૃક્ષ),

અને ટિમ મેમ્બર આશા દેસાઈ – એડવાઈઝર, મીતા ગાંધી – સોશ્યિલ એન્ટરપ્રેનિયોર અને પ્રમોટર, અર્ચના પટેલ – ક્રિએટિવ ફીચર ડાયરેકર, ખુશ્બુ મજિઠિયા – ક્રિએટિવ એમ્બેસેડર, ભૂમિ પટેલ – ડેવલોપમેન્ટ ડિરેક્ટર, કનિશા મોદી – ક્રિએટિવ ફોટોગ્રાફર અને સમર્થક, શ્રી અધ્યાત્મ વિદ્યામંદિર  – શ્રી પાર્થિવકુમાર  અધ્યારુ, ચેરમેન – શ્રી હર્ષદકુમાર. કે. અધ્યારુ ચેરિટેબલ ટ્રસ્ટ ઉપસ્થિતઃ રહ્યા હતા. આ સાથે શ્રી અધ્યાત્મ વિદ્યામંદિર, શ્રી એચ કે ચેરીટેબલ ટ્રસ્ટ અને એલિસબ્રિજ જીમખાના દ્વારા સપોર્ટ આપવામાં આવ્યો હતો.

આ પ્રદર્શન વિશે વાત કરતા આયોજક, શ્રીમતી પાર્થવી દ્વારા જણાવામાં આવ્યું હતું કે, મનેભાષા સાથે મારે ખુબજ અલગ લગાવ છે અને ભાષા અને સંસ્કૃતિને જાળવી રાખવા હું સતત પ્રયત્નો કરતી રહું છું. આ ત્રિદિવસીય પ્રદર્શન પણ એનો એક સફળ પ્રયાશ છે.

જેમાં ટ્રેન્ડ અને ટ્રેડિશન બંને જોડે સંકળાયેલા રહે અને યુવાનો તેમજ આપણા વડીલો આની સાથે રહીને સંસ્કૃતિને જાળવી શકે. આ રીતનું પ્રદશન ભારતમાં પ્રથમ વાર યોજાઈ રહ્યું છે. જેમાં ઘરના  ડેકોરેશન થી લઈને સમગ્ર નાની જરૂરિયાતોમાં ખુબજ રિસર્ચ કરીને સંસ્કૃતિ જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે.

આ સાથે વધુમાં ઉમેરતા તેઓએ જણાવ્યું હતું કે, આ એક એવું અનોખું સ્થળ હશે કે જ્યાં અનેક વિદ્યાર્થીઓ પોતાની સેવાઓ આપીને માતૃભાષા માટે કામકરવા માટે નિ:શુલ્ક પ્રમાણપત્ર પણ મેળવી શકશે, જે દેશ-વિદેશની યુનિવર્સિટિઝમાં માન્ય પણ ગણાશે. એક સેવાકીયપ્રવૃત્તિ કે જેમાં માતૃભાષા ગુજરાતી માટે અનેક જરુરિયાતમંદ લોકોને સાંકળવામાં આવ્યા છે

કે જેમાં ગુજરાતી ભાષા(માતૃલિપિ) અને કલાનાં સંયોજનથી તૈયાર કરવામાં આવેલી ઉત્પાદ (Litart) એવી બહેનો દ્વારા તૈયાર કરવામાં આવીરહી છે કે જેઓની આ પેનડેમિક દરમિયાન રોજીરોટી જતી રહી છે અને તેઓને આવકનાં સ્ત્રોતની તાતી જરુર છે.આવા જરુરિયાતમંદ સમાજને ખાસ નિ:શુલ્ક ધોરણે વિશેષજ્ઞ દ્વારા તાલીમ આપીને તેઓને અહીંની રચનાત્મક ઉત્પાદ બનાવડાવીને, તેનાં વેચાણ દ્વારા પૉએટરી તેઓની આવક પુન: ઉભી કરવાનું કામ પણ કરે છે.

“Poetree – ગુર્જર ગિરા ગૌરવ અભિયાન “ નાં સૂત્ર હેઠળ આ સ્થળ એક માતૃભાષાનાં સંવર્ધનનું કામ કરીને ગુજરાતીભાષાની એક ગ્લોબલ એટલેકે વૈશ્વિક ઓળખ ઉભી કરશે ! આપણી ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર એ અમારો મૂખ્ય ઉદ્દેશ તથા જરુરિયાતમંદ બહેનોને આવકનો સ્ત્રોતઉભો કરી આપવો એ અમારી સંસ્થાનો મૂખ્ય હેતુ છે.

Poetree From the heart of HKACT કવિતાનું કલ્પવૃક્ષ એ માતૃભાષા અને દેવભાષાની જાળવણી સાથે સંસ્કૃતિનું સંવર્ધન કરવા માટે વિશેષ પરિયોજનાઓ સાથે માતૃલિપિયુક્ત વસ્તુઓનું ઉત્પાદન કરે છે કે જેમાં માતૃભાષા તથા દેવભાષા સાથે હસ્તકલા ઉદ્યોગને પ્રાથમિક્તાઆપવામાં આવી છે.

ટ્રેન્ડિશનલ્સ By Poetreeનું સૂત્ર છે

“ જ્યાં-જ્યાં નજર મારી પડે, ત્યાં-ત્યાં ભાષા મારી ગુજરાતી જડે!” અને નવી પેઢીને પોતાની ભાષા અને સંસ્કૃતિ તરફપાછા વાળવા માટે તે Follows TraditionFlows with Trend સાથે કાર્યરત છે.

ભાષા અને સંસ્કૃતિના સંવર્ધન સાથે Poetreeઆ બધા જ સામાજિક કાર્યો સાથે પણ સંકળાયેલી સંસ્થા છે, જેવાંકે

–               જરુરિયાતમંદબહેનોનેરોજગારમળીરહેતેરીતેઉત્પાદનપ્રક્રિયા

–               સ્લમ્સના બાળકોને અભ્યાસમાં મદદ

–               હસ્તકલાના કલાકાર અને કારીગરોને મદદ થાય તેવી ઉત્પાદને પ્રોત્સાહન

–               નવી પેઢીના બાળકોને આવી વસ્તુઓ સાથે સાંકળીને પરોક્ષ રીતે સંસ્કૃતિ સાથે જોડતા પ્રકલ્પો

–               વૃક્ષારોપણ અને પંખીજગતની જાળવણી થાય તેવાં કાર્યો

Poetreeની એક નવી પહેલ…. સમાજના જરૂરિયાત મંદ સુધી પહોંચવા માટે અને એમને પગભર કરીને સક્ષમ કરવામાટે અલગ અલગ સંસ્થાઓ અને એનજીઓ સાથે મળીને એમને ત્યાં બનાવેલી પ્રોડક્ટને પ્રમોટ કરીને સેતુ બનવાનુંમજબૂત કાર્ય કરવાનું નક્કી કર્યુ છે.

પોએટ્રી સંસ્થા આપણી ભાષાના પ્રચારની સાથે સાથે સેવાનું પણ કાર્ય કરે છે. માતૃભાષાને રોજબરોજના જીવનમાં વણીલેવાનો એક અનોખો પ્રયોગ એટલે Poetreeનું લિટઆર્ટ સેગ્મેન્ટ! તમે ટેબલ પર બેસો કે સોફા પર બેસીને ચ્હાનીચૂસકી લો … તમારી ભાષા તમારી સાથે હશે!

માણી તો જુઓ માતૃભાષાના સાનિધ્યની મઝા જેના પર ગુજરાતના આતિથ્ય સત્કારના વૈભવને કંડારવામાં આવ્યો છેશબ્દો દ્વારા અને આ બધી વસ્તુઓ પણ જરુરિયાતમંદ બહેનો દ્વારા બનાવવામાં આવી છે … સમાજસેવાને માતૃભાષાનાપ્રચાર-પ્રસાર અને વિદ્યાર્થીઓની ઈન્ટર્નશીપ સાથે સાંકળીને કરવામાં આવી રહેલું આ કાર્ય વેગવંતુ બનાવવામિડિયાનો ફાળો ઘણો મહત્વપૂર્ણ ગણાય.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.