Western Times News

Gujarati News

અમદાવાદમાં પાંચમો વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદનાં બોપલ વિસ્તારમાં આવેલાં ઇસ્કોન પ્લેટિનિયમનાં બી બ્લોકનો બીજાે માળ સીલ કરવામાં આવ્યો છે. અહીં બી ૨૦૧, ૨૦૨, ૨૦૩ અને ૨૦૪ નંબરનાં ફ્લેટને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યાં છે. આ ચાર ઘરમાં ૧૫ લોકો રહે છે.

અમદાવદનો આ નોર્થ વેસ્ટ ઝોન તરીકે ઓળખાય છે. હાલમાં કોરોનાનાં વધતા કેસને જાેઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોર ટૂ ડોર સર્વેલન્સ અને સ્ક્રિનિંગ ગોઠવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ચાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન શહેરમાં હતાં જેમાં આ પાંચમો બોપલ વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં ઉમેરાયો છે.

આ પહેલાં ઇસનપૂર, ચાંદખેડા, બાદમાં નવરંગપુરા અને આંબાવાડી વિસ્તાર માઇક્રોકન્ટેઇનમેન્ટ ઝોન તરીકે ઉમેરાયો છે. ગુજરાતમાં બે દિવસ કોરોના કેસોમાં વધારો થયા બાદ ગત રોજ દેવદિવાળીના દિવસે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે.

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૬ કેસો નોંધાયા છે. જાેકે, અમદાવાદ શહેરમાં હજી પણ ચિંતાજનક સ્થિતિ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં નવા ૧૦ કેસ નોંધાાય છે.

જ્યારે રિકવરી રીટ ૯૮.૭૪ ટકા રહ્યો છે. રાજ્યમાં અત્યારની કોરોના વાયરસ અંગેની સ્થિતિ અંગે વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૩૬ કેસ નોંધાયા છે. જ્યારે ૧૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આમ રાજ્યમાં કોરોનામાં રિકવરી રેટ ૯૮.૭૪ ટકા રહ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.