Western Times News

Gujarati News

મોડી રાત્રે જાલોરમાં ૪.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

નવી દિલ્હી, રાજસ્થાનના જાલોરમાં મોડી રાત્રે ૨.૨૬ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૬ જણાવવામાં આવી રહી છે. જાે કે સદ્દનસીબે હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી. તમને જણાવી દઈએ કે મોડી રાત્રે જ્યારે ધરતી ધ્રૂજી ત્યારે લોકો પોતાના ઘરોમાં સૂઈ રહ્યા હતા.

બીજી બાજુ રાજસ્થાનના જાલોરમાં આવેલા ભયાનક ભૂકંપની અસર સમગ્ર બનાસકાંઠામાં જાેવા મળી હતી. બનાસકાંઠા વિસ્તારમાં આવેલા અંબાજીમાં તેની અસર વધુ જાેવા મળી હતી. ગુજરાતના સુપ્રસિદ્ધ અંબાજી પંથકમાં પણ મોડરાત્રે ભુકંપના આંચકા અનુ઼ભવાયા હતા.

જાણવા મળી રહ્યું છે કે અંબાજીમાં રાત્રે ૨. ૨૭ કલાક એ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. જેમાં અંબાજી, આબુરોડ, માઉન્ટઆબુ વિસ્તારનો સમાવેશ થાય છે. અડધી રાત્રે ભૂંકપના આંચકાથી સૂઈ રહેલા લોકો બહાર પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા.

રિકટર સ્કેલ પર ૨.૬ ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્રબિદુ પાલનપુરથી ૯૨ કિલોમીટર દુર ભીનામાલ પાસે હોવાનુ મનાઈ રહ્યુ છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર મોડી રાત્રે જાલોરમાં ૪.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હાલમાં તેનું કેન્દ્રબિંદુ શોધી કાઢવામાં આવી રહ્યું છે. ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી. મળતી માહિતી મુજબ મોડી રાત્રે ૨.૨૬ કલાકે આવેલા ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.