Western Times News

Gujarati News

કમલા પહેલાં મહિલા જેને યુએસની રાષ્ટ્રપતિનાં પાવર મળ્યાં

વોશિંગ્ટન, અમેરિકાનાં રાષ્ટ્રપતિ જાે બાઈડન કેટલાક દિવસ માટે તેમના તમામ અધિકાર ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને સોંપી છે.. અમેરિકાના બંધારણમાં રાષ્ટ્રપતિને આપવામાં આવેલ તમામ સત્તા હવે કમલા હેરિસને આપવામાં આવશે. કમલા હેરિશ થોડા સમય માટે એટલે કે ૮૫ મિનિટ માટે અમેરિકાની સત્તા સંભાળી રહ્યાં છે.

ઉપલબ્ધ માહિતી પ્રમાણે જાે બાઈડન કોલોનોસ્કોપી માટે એનેસ્થેસિયા લીધો છે તેને પગલે તેઓ રાષ્ટ્રપતિ તરીકેનો પાવર કમલા હેરિસને સોંપવામાં આવી છે. વ્હાઈટ હાઉસ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે રાષ્ટ્રપતિ જાે બાઈડન શુક્રવારે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને તેમની સત્તા ટ્રાન્સફર કરશે.

આ સમયે તેઓ પોતાની સારવાર માટે એનેસ્થેસિયા લીધો છે.. જાે બાઈડન દર વર્ષે કોલોનોસ્કોપી કરાવે છે. જાે બાઈડને રાષ્ટ્રપતિ પદ સંભાળનાર અમેરિકાના ઈતિહાસમાં સૌથી ઉંમરલાયક વ્યક્તિ છે. આજે શનિવારે બાઈડન તેમને ૭૯મો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે.

અહેવાલ પ્રમાણે જન્મ દિવસના એક દિવસ અગાઉ શુક્રવારે સવારે વોશિંગ્ટનની બહાર વોલ્ટર રીડ મેડિકલ સેન્ટર ગયા હતા. આમ તો તેઓ પ્રત્યેક વર્ષે સારવાર કરાવે છે. પણ આ વર્ષે જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ ટ્રીટમેન્ટ છે.

કોલોનોસ્કોપી એક્ઝામિનેશન સમયે તેઓ બેભાન કરવામાં આવશે. આ સમયે પ્રેસિડેન્શિયલ પાવર હેરિસને આપવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ બની અનેક બાબતોમાં પ્રથમ બન્યા છે કમલા હેરિસ- આ અગાઉ પણ કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ બની અનેક બાબતમાં પ્રથમ બન્યા છે.

તેઓ અમેરિકાના પ્રથમ અશ્વેત અને પ્રથમ દક્ષિણ એશિયા મૂળના ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. પાસ્કીના મતે બાઈડનના એનેસ્થેસિયાની અસરમાં રહેશે ત્યાં સુધી હેરિસ પ્રેસિડેન્શિયલ પાવર સંભાળશે, જાેકે તેઓ વેસ્ટ વિંગ સ્થિત તેમની ઓફિસથી જ કામ કરશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.