Western Times News

Gujarati News

ત્રીજી ટી૨૦માં શ્રેયસ ઐયરને નેતૃત્વ સોંપવા થરૂરની માગ

નવી દિલ્હી, ટી-૨૦ સીરિઝના બીજા મુકાબલા દરમિયાન ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને ૭ વિકેટથી માત આપી હતી. આ વિજય સાથે જ ભારતે ૨-૦ની અજેય બઢત હાંસલ કરી છે. ત્યારે હવે શુક્રવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાનારા મુકાબલાને જીતીને રોહિત બ્રિગેડ ક્લીન સ્વીપ કરવા ઈચ્છશે.

રાંચી ખાતે શુક્રવારે રમાયેલા મુકાબલામાં ભારતીય ચાહકોનો જાેશ જાેવાલાયક હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર પણ મેચનો આનંદ માણવા માટે સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.

ભારતના વિજય બાદ શશિ થરૂર ખૂબ જ પ્રસન્ન જાેવા મળ્યા હતા અને તેમણે આગામી મુકાબલાને લઈ મહત્વનું નિવેદન આપ્યું હતું. શશિ થરૂરના મતે ત્રીજા ટી૨૦ મુકાબલામાં સીનિયર ખેલાડીઓને આરામ આપીને શ્રેયસ અય્યરે કપ્તાની કરવી જાેઈએ. થરૂરે ટિ્‌વટમાં લખ્યું હતું કે, ભારતને ટી૨૦ સીરિઝમાં જીત મેળવતું જાેઈને સારૂ લાગ્યું.

આગામી મેચ માટે આપણે એ લોકોને આરામ આપવો જાેઈએ જેમણે પોતાનું પ્રદર્શન આપ્યું છે. રોહિત શર્મા, કેએલ રાહુલ, ઋષભ પંત, ભુવનેશ્વર કુમાર અને દીપક ચાહરને રેસ્ટ મળે. શ્રેયસ અય્યરના નેતૃત્વમાં બેંચને પોતાની પ્રતિભા દેખાડવાની તક મળવી જાેઈએ.’

૬૫ વર્ષીય શશિ થરૂર એવા કોંગ્રેસી નેતાઓમાં સામેલ છે જે ટિ્‌વટર પર ખૂબ જ એક્ટિવ રહે છે. જાેકે અનેક પ્રસંગોએ તેમના નિવેદનના કારણે કોંગ્રેસ પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.