Western Times News

Gujarati News

કેબિનેટ નહિ ભાજપ નક્કી કરે છે કાયદો બનશે કે નહિ: પી ચિદમ્બરમ

નવીદિલ્લી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે આંદોલનકારી ખેડૂતોની માંગોને માનીને ત્રણે કૃષિ કાયદા પાછા લેવાનુ એલાન કર્યુ. પીએમ મોદીના અચાનક આ ર્નિણયને આગામી ચૂંટણી સાથે જાેડીને જાેવામાં આવી રહ્યુ છે.

વળી, વિપક્ષે કેન્દ્ર સરકાર પર મનમાનીનો આરોપ લગાવીને મોટો હુમલો કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે કહ્યુ કે કેબિનેટની મંજૂરી વિના જ આ સરકારમાં ર્નિણય લેવામાં આવે છે.

ટિ્‌વટર દ્વારા પીએમ મોદી પર કટાક્ષ કર્યા બાદ કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે આજે(શનિવાર) એ ફરીથી નિશાન સાધીને કહ્યુ કે પીએમ મોદીએ કેબિનેટની બેઠકમાં આના પર ચર્ચા કર્યા વિના જ આટલી મોટી ઘોષણા કરી દીધી.

પી. ચિદમ્બરમે કહ્યુ, ‘શું તમે જાેયુ કે પીએમ(મોદી)એ કેબિનેટની બેઠક કર્યા વિના ઘોષણા કરી? આ માત્ર ભાજપ હેઠળ છે કે કાયદો કેબિનેટની પૂર્વ મંજૂરી વિના બનાવવો અને પાછો લેવામાં આવે છે.’ આ પહેલા કોંગ્રેસ નેતાએ પીએમ મોદીના ભાષણ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પર તેમના ટિ્‌વટ વિશે પણ હુમલો કર્યો હતો.

આજે પણ પોતાના ટિ્‌વટમાં તેમણે કટાક્ષ કરીને લખ્યુ, ‘ગૃહમંત્રી’એ ‘ઉલ્લેખનીય રાજ્ય કૌશલ’ બતાવવા માટે પીએમની ઘોષણાની પ્રશંસા કરી…ભાજપ અધ્યક્ષે કહ્યુ કે પીએમને ‘ખેડૂતો’ની ખૂબ ચિંતા છે…સંરક્ષણ મંત્રીએ કહ્યુ કે પીએમે ‘ખેડૂતોના કલ્યાણ’ માટે ર્નિણય લીધો છે.’

એક અન્ય ટિ્‌વટમાં ચિદમ્બરમે આગળ કહ્યુ, ‘છેલ્લા ૧૫ મહિનામાં ક્યાં હતા આ યોગ્ય નેતા અને તેમની બુદ્ધિશાળી સલાહ? શું તમે ધ્યાન આપ્યુ કે પીએમે કેબિનેટની બેઠક કર્યા વિના ઘોષણા કરી? આ માત્ર ભાજપને આધીન છે કે કેબિનેટની પૂર્વ સ્વીકૃતિ વિના કાયદો બનાવવામાં આવે કે ના આવે.’SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.