Western Times News

Gujarati News

ત્રણ સગી બહેનોએ ટ્રેન સામે કુદીને કરી આત્મહત્યા, સામે આવ્યું મોતનું કારણ

જૌનપુર, ઉત્તર પ્રદેશના જૌનપુરમાં શુક્રવારે ત્રણ સગી બહેનોએ ટ્રેનની સામે આવીને આત્મહત્યા કરી લીધી છે. દુર્ઘટનાની સૂચના મળવા પર જીઆરપી ઘટના સ્થળે પહોંચી હતી. લાશને કબજામાં લઇને મામલાની તપાસ કરી રહી છે. જાફરાબાદ-સુલ્તાનપુર રેલ પ્રખડના ફતુપુર બદલાપુર ગામની પાસે જનસાધારણ એક્સપ્રેસ ટ્રેનની સામે ત્રણ બહેનોએ આત્મહત્યા કરી હતી. ત્રણેયની ઉંમર ૧૧ થી ૧૬ વર્ષની વચ્ચે બતાવવામાં આવી રહી છે.

ચર્ચા છે કે આર્થિક તંગીના કારણે ત્રણેયએ આત્મહત્યા કરી છે પણ હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. પોલીસ અને જીઆરપીની ટીમે તપાસ કરી રહી છે. ગામના લોકોએ જણાવ્યું કે ૯ વર્ષ પહેલા આ યુવતીઓના પિતાનું મોત થયું હતું જ્યારે માતા આશા દેવી બન્ને આંખથી દિવ્યાંગ છે.

ઘટના બદલાપુર ક્ષેત્રના ફતુપુર ગામની છે. મળેલી જાણકારી પ્રમાણે આશા દેવીને ૫ પુત્રી અને એક પુત્ર છે. જેમાં મોટી પુત્રી રેનુ દેવીના લગ્ન થઇ ગયા છે.

જ્યારે બીજી એક પુત્રી ફઇના ઘરે રહે છે અને એકમાત્ર ભાઈ ગણેશ ગૌતમ મજૂરીનું કામ કરે છે. બતાવવામાં આવી રહ્યું છે કે ઘરે રહેતી ત્રણેય સગી બહેનો પ્રીતિ (ઉંમર-૧૮), આરતી (૧૬ વર્ષ) અને કાજલ (૧૪) ગુરુવારે રાત્રે પોતાના ઘરેથી નીકળી હતી અને જનસાધારણ એક્સપ્રેસ ટ્રેન સામે કુદીને આત્મહત્યા કરી લીધી હતી.

રાજસ્થાનના સિરોહી જિલ્લાના શિવગંજ કાનાકોલર ગામના રહેતા એક યુવકે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. મૃતકનું નામ અનારામ દેવાસી છે, જે એક ફાઇનાન્સ કંપનીમાં કામ કરતો હતો. આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી છે.

જેમાં નોકરીના કારણે સ્ટ્રેસ હોવાનું લખ્યું છે. સુસાઇડ નોટમાં લખ્યું છે કે ફાયનાન્સ કંપનીના સંચાલક દ્વારા તેમને ઘણા દિવસોથી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. છેલ્લા ત્રણ મહિનાથી તેને પગાર પણ આપવામાં આવ્યો ન હતો. જેના કારણે તે આર્થિક અને માનસિક રૂપથી તણાવમાં હતો. આત્મહત્યા પછી બબાલ મચી હતી. પરિવારજનોએ પોલીસ સામે પ્રદર્શન પણ કર્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.