Western Times News

Gujarati News

આનંદ મહિન્દ્રા પર ફેકન્યૂઝ ફેલાતા માર્કેટમાં ખળભળાટ

મુંબઇ, વિશ્વમાં ક્રિપ્ટોમાં સૌથી વધુ રોકાણ ભારતમાં થઇ રહ્યું છે. ક્રિપ્ટોની ફેલાઈ રહેલી આ જાળમાં એક અહેવાલ એવા પણ છે કે ભારતના બિઝનેસ ટાઈકૂન આનંદ મહિન્દ્રાએ પણ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યુ છે.

ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા અંગે મીડિયામાં ઝડપથી અહેવાલ પ્રસારિત થઇ રહ્યાં છે કે તેમણે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યુ છે. અહેવાલમાં એવુ પણ જણાવવામાં આવ્યું છે કે આનંદ મહિન્દ્રાએ ક્રિપ્ટોમાં રોકાણ કરીને થોડા સમયમાં વધુ નફો કમાવ્યો છે.

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ આ અહેવાલનો સંપૂર્ણ રીતે પાયાવિહોણા ગણાવ્યાં છે. તેમનું કહેવુ છે કે ક્રિપ્ટોકરન્સીમાં એક રૂપિયાનું પણ રોકાણ કરવામાં આવ્યું નથી. આનંદ મહિન્દ્રાએ આ દાવાને પાયાવિહોણા ગણાવ્યાં છે અને લખ્યું છે, મારે લોકોને જાગૃત કરવાની જરૂર છે કે આ સંપૂર્ણ રીતે બનાવટી અને ફેક ન્યૂઝ છે.

આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટર પર વાયરલ થતા અહેવાલને શેર કરીને તેને ફેક ન્યૂઝનું નવુ સ્તર જણાવ્યું છે. તેમણે કહ્યું કે આ રીતે ફેક ન્યૂઝ ફેલાવીને લોકોને ભ્રમિત કરવાનો એક ખોટો ટ્રેન્ડ છે અને આ દેશના કરોડો લોકોની સાથે એક મોટી છેતરપિંડી છે. તેમણે આ ચલણને વધુ ખતરનાક ગણાવ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.