Western Times News

Gujarati News

અમદાવાદ-સુરત સહિતમાં ગુનાઓ કરનાર આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

અમદાવાદ, વાહન ચોરી હોય કે ઘરફોડ દરેક ગુનામાં સ્માર્ટ ગનાટ રીઢા ચોરને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. આ ચોર અગાઉ ૬૫ જેટલા ગુનામાં પકડાઈ ચુક્યો છે. હાલ તેણે વધુ ચાર ગુના કબૂલાત કરી છે.

પોલીસે બાતમી આધારે નરોડા સ્મશાન સામેથી આરોપી પરષોતમ ઉર્ફે દાસની ૫૦ હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આરોપીની પુછપરછ કરતા છેલ્લા ચારેક માસ દરમ્યાન તેણે અમદાવાદ શહેરમાં નીચેની જગ્યાઓએ આવેલ મેડીકલ સ્ટોરમાં ચોરીઓ કરેલ હોવાની કબુલાત કરેલ છે.

ગત ૧૧ નવેમ્બરના રોજ સવારના પાંચેક વાગે ઉપરોક્ત પલ્સર બાઈક લઈ વસ્ત્રાપુર ફાટક રોડ ઉપર આવેલ ચંદ્રમૌલી સ્કુલની સામે આવેલ ક્રુષ્ણા ફાર્મા નામની મેડીકલ દુકાને જઈ પોતાની પાસેની ચાવીઓના ઝુમખા વડે શટરનુ લોક ખોલીતે દુકાનમાંથી રોકડ રૂ. ૬૫,૦૦૦ તથા કોસ્મેટીકની વસ્તુઓ તથા કેટલીક દવાઓની ચોરીઓ કરી હતી.

ચોરીમાં મળેલી દવાઓ મણીનગર દક્ષીણી ફાટક પાસે એક મેડીકલમાં સ્ટોરમાં રૂ.૮૦૦૦માં વેંચી હતી.જ્યારે ૧૪ ઓગસ્ટે સવારના પાંચેક વાગ્યાના અરસામાં પલ્સર બાઇક ઉપર જઇ વેજલપુર શાંતીનાથ કોમ્પલેક્ષ ખાતે આવેલ હરસિદ્ધ મેડીકલ નામની દુકાનનુ શટરનુ તાળુ તેની પાસેની ડુપ્લીકેટ ચાવીથી ખોલી તે દુકાનમાંથી કેટલીક દવાઓ તથા રોકડ રૂ.૫૧૦૦૦ની ચોરી કરી હતી. જે દવાઓ ઉપરોક્ત મેડીકલ સ્ટોરમાં રૂ.૨૮૦૦૦માં વેચી છે. જે બાબતે વેજલપુર પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો હતો.

ઓગષ્ટ મહીનાના પહેલા વિકમાં ઉપરોક્ત પલ્સર બાઈક ઉપર જઈ વાસણા બસ સ્ટેન્ડની પાછળ આવેલ દર્શન મેડીકલ સ્ટોર નામની દુકાનનુ શટર ડુપ્લીકેટ ચાવી વડે ખોલી તેમાંથી રોકડા રૂ.૧૮૦૦૦ની ચોરી તેમજ છેલ્લા વિકમાં વાસણા મલાવ તળાવ જગન્નાથ પાર્ક સોસાયટી પાસે આવેલ જીવરાજ મેડીકલ સ્ટોર નામની દુકાનનુ શટર ડુપ્લીકેટ ચાવી વડે ખોલી તેમાંથી રોકડા રૂપિયા બે હજાર તથા એક કોથળો ભરાય તેટલી દવાની ચોરી કરેલ હતી. જે દવા ઉપરોક્ત મેડીકલમાં રુપિયા એક લાખમાં વેંચી હોવાની આરોપી કબુલાતએ કરી છે.

આરોપીની કબુલાત આધારે દાખલ થયેલ ગુનાઓ તથા અન્ય ગુનામાં આરોપીની સંડોવણી બાબતેની આરોપીની વધુ પુછપરછ જે.એન.ચાવડા તથા એ.પી.જેબલીયાનાઓ કરી રહ્યાં છે.

આરોપી મોટા ભાગે ચોરીઓ કરવા જાય ત્યારે પોતાના પલ્સર બાઈકની નંબર પ્લેટ કાઢી નાંખી બીજી ખોટા નંબરવાળી નંબર પ્લેટ લગાવીને આવી ચોરીઓ કરે છે, તેમજ પોતાની પાસે અલગ-અલગ સાઈઝ અને આકારની ચાવીઓનો ઝુમખો રાખી આ ચાવીઓથી લોક ખોલી નાખે છે, લોકના ખુલે તો પોતાની પાસેના ખાતરીયા જેવુ સાધન રાખી તેના વડે તાળુ તોડીને ચોરીઓ કરતો હતો.

આરોપી અગાઉ સુરત ખાતે રહેતો હતો ત્યારે કુલ ૨૪ જેટલી બાઈકોની ચોરીઓના ગુનાઓમાં સુરત શહેરના વરાછા તથા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પકડાય ચુકેલ છે. તેમજ અમદાવાદ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના કુલ ૨૮ ગુન્હાઓમાં તથા ફોરવ્હીલ અને ટુ વ્હીલરના મળી કુલ ૧૩ ગુન્હાઓમા પકડાઇ ચુકેલ છે.આ સાથે આરોપી આજદિન સુધીમાં કુલ ૬૫ જેટલા ગુન્હાઓમાં પકડાઈ ચુક્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.