Western Times News

Gujarati News

IPL 2022ની તમામ મેચ ભારતમાં જ રમાશે

File

નવી દિલ્હી, BCCIના સેક્રિટેરી જય શાહે IPLની આગામી સીઝન અંગે મોટી જાહેરાત કરી છે. IPLની 15મી સિઝન ભારતમાં જ આયોજિત કરાશે. શાહે IPL 2021માં ચેન્નઈ સુપર કિંગ્સની જીતની ઉજવણી માટે આયોજિત ‘ધ ચેમ્પિયન કોલ’ કાર્યક્રમમાં આ વાતની પુષ્ટિ કરી છે.

તેણે વધુમાં કહ્યું હતું કે મને જાણ છે કે તમામ ચેપોકમાં ચેન્નઈની ટીમને જોવા માગે છે. એ સમય હવે બહુ દૂર નથી. આઈપીએલની 15મી સીઝન ભારતમાં યોજાશે અને તેમાં બે નવી ટીમોના ઉમેરા સાથે તે પહેલા કરતા વધુ રોમાંચક હશે.

જય શાહે વધુમાં જણાવ્યું હતું કે, ‘આ સિઝનમાં મોટી હરાજી થવાની છે. તેથી તે જોવાનું રસપ્રદ રહેશે કે IPL માટે નવી ટીમ કોમ્બિનેશન કેવું રહેશે.’

તમને જણાવી દઈએ કે IPL 2021ની સીઝનનો પહેલો ફેઝ ભારતમાં રમાયો હતો. જેમાં IPL ફેંન્ચાઈઝના કેમ્પમાં કોરોનાએ પગપેસારો કરી દેતા ટૂર્નામેન્ટનો બીજો ફેઝ UAEમાં આયોજિત કરવો પડ્યો હતો. 14મી સિઝનના બીજા ફેઝમાં ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતાને હરાવી ચોથી વાર IPL ટાઈટલ પોતાને નામ કર્યું હતું. જોકે આની પહેલા કોવિડના કારણે IPL 2020ને પણ ભારતથી શિફ્ટ કરી UAEમાં આયોજિત કરી હતી.

આ વર્ષની શરૂઆતમાં કોરોના મહામારી પછી પહેલીવાર ઈન્ટરનેશનલ ક્રિકેટ ભારતમાં પરત ફર્યું હતું. ઇંગ્લેન્ડની ટીમ પાંચ ટેસ્ટ, પાંચ T20 અને 3 વનડે મેચ રમવા ભારત આવી હતી. આ વર્ષે ઓક્ટોબરમાં BCCIએ લખનઉ અને અમદાવાદની ફ્રેન્ચાઈઝી IPL 2022 સીઝનમાં જોડાશે. જેથી આ સિઝનમાં કુલ 10 IPL ટીમ ભાગ લેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.