Western Times News

Gujarati News

હાઈવે પર વાન કન્ટેનરમાં ઘુસી જતા ચાર લોકોનાં મોત નિપજ્યા

મુંબઈ, મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વાન ચાલકે કોઈ કારણોસર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કન્ટેન્ટરમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ૪ લોકોનાં મોત થયા છે અને ૮ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

મૃતકોમાં એક બે વર્ષની બાળકીનો પણ સમાવેશ છે. આ અકસ્માત મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર પાલઘર જિલ્લાના માનોર પાસે રવિવારની મોડી સાંજે સર્જાયો હતો. તમામ લોકો તારાપુરના દાંડીના રહેવાસી છે. જેઓ વિરારના એકવીરા મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો.

માનોર પોલીસના જણાવ્યા મુજબ, આ અકસ્માતમાં એક બે વર્ષના બાળક અને એક ૩ વર્ષના બાળકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. તો બે ઈજાગ્રસ્તોની સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. રવિવારની સવારે રફાઈવ સીટર ઈકો વાનમાં ૯ લોકો મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા. જેમાં એક ડ્રાઈવર અને ત્રણ બાળકોનો પણ સમાવેશ હતો. આ તમામ લોકો માછીમાર સમુદાયના હતા.

ઈન્સપેક્ટર પ્રદીપ કાસબેએ કહ્યું કે, નજરે જાેનારાઓએ પોલીસને જણાવ્યું કે, અવંદની ગામ પાસે રવિવારે સાંજે છ વાગ્યાની આસપાસ વાનના ડ્રાઈવર રાકેશ તામોર કોઈ કારણોસર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જે બાદ ગુજરાત લેન પર આ વાન એક ક્ન્ટેનરમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, એમાં ૪ લોકોનાં કરૂણ મોત નીપજ્યા હતા.

રાકેશ તામોર, હેમંત તારે, તેની દીકરી આરેકર અને પૌત્રી સર્વજના આગળની સીટ પર બેઠા હતા. જેઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

અકસ્માતની આ ઘટના બાદ કન્ટેનર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે વાનના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. જ્યારે પાછળની સીટમાં બેસેલા લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્ત થયેલા ૮ લોકોમાંથી ત્રણ લોકોની સ્થિતિ ગંભીર છે. જેઓની હાલ માનોરમાં સારવાર ચાલી રહી છે.

આ અકસ્માતમાં રમેશ આરેકર અને જયેશ તામોરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તેઓ પાછળની સીટમાં બેઠેલા હતા. જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.

પોલીસને પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે, આ અકસ્માત વાન ચાલકની બેદરકારીના કારણે સર્જાયો હતો. તો ફરાર થયેલા કન્ટેનરના ચાલકને શોધવા પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તમામ પીડીતો છેલ્લાં કેટલાંક દિવસોથી મંદિરે દર્શન કરવા જવાની યોજના બનાવી રહ્યું હતું. જ્યારે તેઓ મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ અક્સમાત સર્જાયો હતો. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.