Western Times News

Latest News from Gujarat India

કોરોના પછી જીવનમાં સકારાત્મક ઉર્જા આપવા નાણાં પર એક અસામાન્ય પુસ્તક

ડૉ. આત્મન પરમાર દ્વારા લેખિત – “Hello! This is Money Speaking”

અમદાવાદ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન: ધનરાશિ જાગૃતતા એટલે કે મની કોન્શિયસનેસના અનન્ય મનો-આધ્યાત્મિક સંદેશાઓ સાથેનું એક અસામાન્ય પુસ્તક “હેલો! ધીસ ઈઝ મની સ્પીકિંગ” જેમાં લેખિકા Dr આત્મન પરમારના અદભુત વિચારોને ચેનલાઈઝ કરવામાં આવ્યું છે

એનું આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સમયે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમના શ્રીમતી અંબિકા રંજનકર, જાણીતા ગાયક અને વક્તા શ્રી શલેન્દ્ર ભારતી , ગાયનેકોલોજિસ્ટ , ઑબ્સ્ટેટ્રિશિયન અને  ‘અવેકનિંગ ઇન દ વુમ્બ’ પુસ્તકના લેખિકા  ડૉ. મોનિકા સિંઘ એ પણ ઉપસ્થિત  હતા.

આ પુસ્તક દ્વારા લેખિકા સુશ્રી આત્મન પરમાર તેમના વાચકોને ભારપૂર્વક ભલામણ કરે છે કે જ્યારે પણ તમે નાણાકીય અવરોધ અનુભવો અથવા નાણાં ને લાગતી કોઈ પણ પડકાર સ્વરૂપ સ્થિતિ માંથી પસાર થતા હોવ ત્યારે સાચા મન થી આ પુસ્તક નું કોઈ પણ પાનું ખોલો અને વાંચો કે પૈસો તમને શું કહેવા માંગે છે.

તમારા આચાર વિચાર માં કયા બદલાવ થી એ તમારી પાસે સરળતા થી આવી શકે એની માહિતી પૈસો ખુદ જ તમને જણાવી રહ્યો છે.  તમે ખોલેલા પુસ્તક ના પાના પર લખેલો એ સંદેશ, તમારી પૈસા માટેની જાગૃતતા માં વધારો કરશે. તમને પડકાર સ્વરૂપ પરિસ્થિતિ માંથી બહાર નીકળવા માટે નો રસ્તો બતાવશે. વાચક, પોતાના આચાર વિચાર માં બદલાવ લાવી ને પૈસાનો માર્ગ પોતાના તરફ મોકળો કરી શકશે. એટલે જ આ પુસ્તકનું નામ છે ” હેલો, ધિસ ઇઝ મની સ્પીકિંગ ”

જાણીતા ગુજરાતી સમુદાયમાં અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના  પરિવારમાં જન્મેલા ડો. આત્મન પોતાના બાળપણમાં હંમેશા નાણાં સલાહકારો, નાણાં ધીરનાર અને નાણા ડીલરોથી ઘેરાયેલા રહ્યા હતા. નાનપણ થી જ તેમણે લોકોના પૈસા પ્રત્યેના વલણ તથા પૈસા માટે ની તેમની આધ્યાત્મિક માનસિકતા નું અવલોકન કરવાનું શરૂ કરી દીધું હતું.

તેના અનુભવો વિશે ડૉ.  આત્મન જણાવે છે, “મેં મારા ભૌતિક અને આધ્યાત્મિક વિશ્વને એકીકૃત કરવાની કાળા  શીખી લીધી  છે. મારી શોધ ધનરાશિ  ઊર્જાના સત્વ  સાથે સંપર્કમાં આવવાની હતી, અને આખરે મેં તે પ્રાપ્ત કર્યું! મારી પાસે ફ્રિક્વન્સીમાં ટ્યુન કરવાની અસાધારણ ક્ષમતા છે જે મને જ્ઞાન ના  ભંડાર સાથે જોડે છે.

શરૂઆત માં પૈસા સાથેના મારા તમામ અનુભવો મારી એ સમયની સમઝ પ્રમાણે  સુખદ ન હતા. હું જોઈ શકતી  હતી કે, લોકો અયોગ્ય માન્યતા ઓ ના કારણે કેવી રીતે પૈસા પ્રતિ અયોગ્ય વલણ ધરાવે છે.  ભૂતકાળમાં આવી અયોગ્ય  માન્યતાઓ  ને કારણે મુંબઈમાં હોમિયોપેથિક ચિકિત્સક તરીકેની મારી પ્રગતિશીલ પ્રેક્ટિસ હોવા  છતાં મે મારા જીવનમાં આર્થિક સંકડામણ અનુભવી  હતી.”

ડૉ આત્મન આગળ જણાવે છે, “પૈસા તમારા સુધી પહોંચવા આતુર છે ! પૈસા પ્રત્યેના તમારા દૃષ્ટિકોણમાં 360-ડિગ્રી નો બદલાવ કરવા માટે અને તમે કેવી રીતે કમાણી કરો છો, રોકાણ કરો છો અને તેને જાળવી રાખો છો તે માટે તમારો સંદેશ નિયમિતપણે વાંચો. અને જે લોકો આ આત્મ જ્ઞાન  માટે તૈયાર છે તેમને તે પહોંચાડવામાં મને આનંદ થાય છે.

હું તમારા સૌ માટે રજૂ કરું છું “HELLO ! This is Money Speaking એક એવી  ઊંડી શ્રદ્ધા સાથે કે દરેક પસાર થતા દિવસો  સાથે તમારું જીવન વધારે સુખી અને સમૃદ્ધ બને. ”

ડૉ આત્મને  એમની  કારકિર્દી ની શરૂઆત હોમિયોપેથિક ડૉક્ટર તરીકે કરી હતી.    .  15 વર્ષ ની સફળ કારકિર્દી પછી, એમણે લોકો ને ‘સેલ્ફ-હીલિંગ’ ની કળા શીખવવાનું  પસંદ કર્યું. પૈસા અને સંબંધિત બાબતો પ્રત્યેના તેના મનો-આધ્યાત્મિક પ્રતિભાવને સંબોધિત કર્યા પછી, આત્મન એ ફરી એકવાર સુખ અને સમૃદ્ધિ ના શિખર પર રહેવાં નો આનંદ કેવી રીતે માણવો એ  કળા લોકો ને શીખવવાની શરૂઆત કરી .

પોતાના અનુભવો અને આધ્યાત્મિક આંતરદૃષ્ટિએ તેમના અનોખા અભિગમને નવું સ્વરૂપ આપવા માં ઘણી મદદ કરી. આખરે, જ્યારે આત્મન એ REDIKALL – જાગૃતિ આત્મ-અનુભૂતિની એક ક્રાંતિકારી પદ્ધતિની શોધ કરી ત્યારે તેમને  લોકોની જાગૃતતા વધારવામાં અદ્ભુત સફળતા મળી. હાલમાં આત્મન ઘણા દેશોમાં તાલીમ કાર્યક્રમોનું સંચાલન કરે છે. પોતાના  ઑનલાઇન અભ્યાસક્રમો દ્વારા પણ વિશ્વભરના અનેક લોકોના જીવનને એક સકારાત્મક દિશા આપી રહ્યા છે.

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers