૩ બિઝનેસમેન ઠગ ટોળકીની છેતરપિંડીનો ભોગ બન્યા
બેંગાલુરૂ, દેશમાં હવે છેતરપિંડીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આવો જ એક છેતરપિંડીનો ભોગ ૩ બિઝનેસમેન બન્યા હતા. આ બિઝનેસમેન લોન મેળવવા માગતા હતા. ત્યારે ૩ લોકોની ઠગ ટોળકીએ તેમને ફાઈનાન્સિયલ ફર્મમાંથી લોન અપાવવાની લાલચ આપીને રુપિયા ૯.૫ કરોડની ઠગાઈ આચરી હતી. આ મામલે સુદાંગુંટે પાલ્યા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુદાંગુંટે પાલ્યા પોલીસના જણાવ્યા મુજબ, અરૂણાચલ પ્રદેશના સુબનસિરી જિલ્લામાં રહેતા તરમ અને અશોકનગરમાં રહેતા ગિરીશ નામના બિઝનેસમેને એક ગેંગ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ગિરીશે કરેલી ફરિયાદ મુજબ, બેંગાલુરૂમાં રહેતા વધુ એક બિઝનેસમેન સાથે પણ રૂપિયા ૩.૬ કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. જાે કે, પોલીસને હજુ સુધી આ ત્રીજા બિઝનેસમેનની ઓળખ થઈ નથી. કારણ કે પોલીસને હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી.
પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી બે ફરિયાદ મુજબ, ગિરીશે રૂપિયા ૨.૩ કરોડ, તરમ અને ત્રીજા બિઝનેસમેને રૂપિયા ૩.૬ કરોડ ગુમાવ્યા છે. પોલીસે આ મામલે ડેનિયલ આર્મસ્ટ્રોંગ, વિવેકાનંદ કુમાર અને રવિ રાઘવન નામના આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. ગિરીશ બેંગાલુરૂમાં રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકાળાયેલો છે. તે એક નવો પ્રોજેક્ટ શરૂ કરવા માગતો હતો. એટલે તે ઓછા વ્યાજે લોન મેળવવા માગતો હતો. આ દરમિયાન એક શખ્સે ગિરીશને કોલ કર્યો હતો અને લોન માટે વાત કરી હતી.
શખ્સે ગિરીશને લોન માટે ડેનિયલ આર્મસ્ટ્રોંગનો સંપર્ક કરવાનું કહ્યું હતું. જે ક્રિષ્ના નગરમાં ફાઈનાન્સ ફર્મ ચલાવે છે. એ પછી વિવેકાનંદ કુમાર અને રવિ રાઘવન તેમને મળ્યા.
૮ નવમ્બરે ગિરીશને એક મેઈલ મળ્યો હતો, જેમાં રૂપિયા ૧૫૦ કરોડની લોન મંજુર થઈ હોવાની વાત કરવામાં આવી હતી. ગિરીશે જણાવ્યું કે, ૯ નવેમ્બરે તે ડેનિયલ આર્મસ્ટ્રોંગને મળ્યો હતો. ડેનિયલે તેને પહેલાં ત્રણ મહિનાના વ્યાજ પેટે એડવાન્સમાં રૂપિયા ૩ કરોડ રૂપિયા જમા કરાવવા માટે કહ્યું હતું. જ્યારે અન્ય ફી પેટે તેની પાસે રૂપિયા ૨.૩ કરોડ માંગવામાં આવ્યા હતા.
આ ઠગ ટોળકીની વાતોમાં આવી જઈ ગિરીશે ગઈ ૧૫ નવેમ્બરે તેમને રૂપિયા ૨.૩ કરોડ ટ્રાન્સફર કર્યા હતા. આરોપીઓ ગિરીશને ૧૬ નવેમ્બર સુધીમાં લોન મળી જશે એવો વાયદો આપ્યો હતો, પરંતુ એવું થયુ નહીં. એટલે ગિરીશે આરોપીઓની ઓફિસે પહોંચ્યો હતો. પણ આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.
તો તરમનો આરોપ છે કે, ત્રણેય આરોપીઓ તેની પાસેથી રૂપિયા ૩.૬ કરોડ પચાવીને છેતરપિંડી આચરી હતી. તરમ પણ પોતાના એક પ્રોજેક્ટ માટે લોન મેળવવા માગતો હતો. ત્યારે આ ગેંગના સભ્યો સાથે સંપર્ક થયો હતો. આ શાતિર ગેંગના સભ્યોએ ૨૫ ઓક્ટોબરના રોજ તરમ માટે અરૂણાચલ પ્રદેશથી બેંગાલુરૂની એક ફ્લાઈટની ટિકિટની પણ વ્યવસ્થા કરી હતી.
તરમ ત્યાં પહોંચ્યો અને તેઓની ઓફિસમાં મુલાકાત કરી હતી. આરોપીએ તરમને રૂપિયા ૨૪૦ કરોડની લોન મંજુર કરી આપવાનો વાયદો કર્યો હતો. પ છી તેઓએ ગઈ ૮ નવેમ્બરે એક ઈમેલ મોકલ્યો હતો. બાદમાં તરમ ૧૪ નવેમ્બરે ડેનિયલ આર્મસ્ટ્રોંગને તેની ઓફિસે મળ્યો હતો. બીજા દિવસે તરમે નક્કી કરેલી રકમ મુજબ રૂપિયા ૩.૬ કરોડ ટ્રાન્સફર કર્યા હતા.
આ ગેંગના સભ્યોએ તેમને લોનનો વાયદો કર્યો હતો પણ તે પૂરો થયો નહીં. એટલે ૧૭ નવેમ્બરના રોજ તરમ ફરી ડેનિયલ આર્મસ્ટ્રોંગની ઓફિસે પહોંચ્યો હતો. ત્યારે તેને અહેસાસ થયો કે પોતે છેતરાયો છે. જે બાદ તરમે પણ પોલીસ ફરિયાદ કરી હતી. હવે, પોલીસે આ મામલે આરોપીઓને શોધવા કાર્યવાહી હાથ ધરી છે.SSS