Western Times News

Gujarati News

મહિલાએ આઈકાર્ડ માંગ્યુ તો કોન્સ્ટેબલે કાર ટો કરાવી દીધી

રાજકોટ, રસ્તા પર બનેલો એક બનાવ ટોકિંગ પોઈન્ટ બન્યો છે. રાજકોટમાં એક મહિલાએ ટ્રાફિક કોન્સ્ટેબલનું આઈકાર્ટ માંગ્યો તો તે ગુસ્સો થઈ ગયો હતો અને મહિલાઓની કાર ટો કરાવી હતી. ત્યારે મહિલાઓ રસ્તા પર રડી પડી હતી.

રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલની હઠધર્મીને કારણે અમદાવાદની ચાર મહિલાઓના આત્મ સન્માન ઘવાયા હતા. કોન્સ્ટેબલના જડ વલણને કારણે ચાર મહિલાઓ ચોધાર આંસુએ રડી પડી હતી.

રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે બનેલો આ બનાવ છે. ચાર મહિલાઓ કારમાં સવાર હતી. જેમને પોલીસે રોકી હતી. ટ્રાફિક-પોલીસ દ્વારા વાહન ચેકિંગ ચાલુ હોવાથી તેમની કાર રોકવામાં આવી હતી અને પીયુસી, ડ્રાઈવિંગ લાઇસન્સ વગેરે દસ્તાવેજાે માગવામાં આવ્યા હતા. પરંતુ મહિલાઓએ પોલીસ પાસેથી આઈ-કાર્ડ માંગ્યુ હતું.

જેથી ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલ હસમુખ રાઠોડનો અહમ ઘવાયો હતો. જેથી ગુસ્સે ભરાયેલા કોન્સ્ટેબલ હસમુખ રાઠોડે મહિલાઓની કાર ટો કરાવી હતી. પોલીસના આ બિન વ્યવહારૂ વલણનો ટોળાએ વિરોધ કરી હુરિયો બોલાવ્યો હતો.

પોલીસ લાકડી લઈ પાછળ દોડતા સ્થાનિક લોકોએ મોબાઈલમાં વિડીયો કંડાર્યો હતો. તો આ વીડિયો સોશ્યલ મીડિયામાં જાેતજાેતામાં વાયરલ થયો હતો. જાેકે નવાઈની વાત એ હતી કે દંડ ઉઘરાવતા કોન્સ્ટેબલ હસમુખ રાઠોડના બાઇકમાં નંબર પ્લેટ પણ ન હતી.

આ સમગ્ર મામલે રાજકોટના ઝોન-૧ ના ડીસીપી પ્રવીણકુમાર મીણાએ જણાવ્યુ કે, ટ્રાફિક પોલીસના વાયરલ વીડિયો મામલે તપાસ કરવામાં આવશે. સમગ્ર મામલે પોલીસ કોન્સ્ટેબલ સામે ઈન્કવાયરી બેસાડવામાં આવશે. પોલીસ કોન્સ્ટેબલ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

પોલીસ ટ્રાફિક નિયમનું પાલન નહિ કરે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે એક કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોલીસકર્મીઓને ટ્રાફિક નિયમ તોડનારી વ્યક્તિ કોઈ રીઢો ગુનેગાર નથી, તેની જાેડે માનવતાપૂર્વક વ્યવહાર થવો જાેઇએ તેવુ કહ્યુ હતું. પરંતુ નિષ્ઠુર બનેલા પોલીસ અધિકારીઓ લોકોને ગણકારતા નથી અને તેમની સાથે અભદ્ર વ્યવહાર કરે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.