પાંચ ફૂટ સુધીની જ હોય છે અહીંના લોકોની ઊંચાઈ

નવી દિલ્હી, દુનિયાના તમામ દેશોમાં અલગ અલગ ખાસિયતો લોકો સાથે જાેડાયેલી છે. જેમાંથી લોકોની હાઈટ એક ખાસ લક્ષણ છે જે દરેક દેશમાં બદલાય છે. ઘણા દેશમાં લોકો લાંબા હોય છે, જ્યારે ક્યાંકના લોકોની સરેરાશ ઊંચાઈ ઓછી હોય છે. આજે અમે તમને એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં વિશ્વમાં સૌથી ઓછું કદ ધરાવતા લોકો રહે છે.
અહીંના લોકોની સરેરાશ ઊંચાઈ માત્ર ૫ ફૂટ છે. દક્ષિણ પૂર્વ એશિયાન દેશ પૂર્વ ટિમોર એટલે કે ટિમોર લેસ્ટેમાં લોકોની સરેરાશ લંબાઈ અત્યંત ઓછી છે. વિશ્વનો સૌથી નાનો પુરુષ નેપાળનો છે અને સૌથી નાની મહિલા ભારતની છે, પરંતુ પૂર્વ ટિમોર દેશમાં સૌથી ઓછી હાઈટના લોકો રહે છે.
દેશના લોકોની સરેરાશ લંબાઈ એકદમ ઓછી છે જે આ દેશને સૌથી ઓછી ઊંચાઈવાળા લોકોનો દેશ બનાવે છે. ટિમોર ટાપુ પર સ્થાયી થયેલા આ દેશમાં લોકોની સરેરાશ લંબાઈ માત્ર ૫ ફૂટ ૧ ઇંચ છે. ઇનસાઇડરના અહેવાલ મુજબ અહીં પુરુષોની સરેરાશ લંબાઈ ૧૫૯.૭૯ સેમી છે જ્યારે મહિલાઓની સરેરાશ લંબાઈ ૧૫૧.૧૫ સેમી છે.
આ પછી લાઓસ આવે છે, જ્યાં પૂર્વ ટિમોરના લોકો કરતાં લોકોની સરેરાશ લંબાઈ થોડી જ વધારે છે. તમને જણાવી દઈએ કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશનના જણાવ્યા અનુસાર ભારતમાં પુરુષોની સરેરાશ ઊંચાઈ ૫.૮ ફૂટ છે જ્યારે મહિલાઓની ઊંચાઈ ૫.૩ ફૂટ છે.
૨૦૨૦ના એક અહેવાલ મુજબ સરેરાશ લંબાઈ વધી છે. જાણકારી માટે જણાવી દઈએ કે નેધરલેન્ડમાં સૌથી લાંબા લોકો રહે છે જ્યાં લોકોની સરેરાશ લંબાઈ ૬ ફૂટ છે. તે પૂર્વ ટિમોર કરતા ૯ ઇંચ વધુ છે. નોંધપાત્ર બાબત એ છે કે, ૧૮૯૬ની તુલનામાં પૂર્વ ટિમોરના લોકોની લંબાઈમાં વધારો થયો છે. અગાઉ અહીંના લોકોની સરેરાશ લંબાઈ માત્ર ૫ ફૂટ હતી.
૧૯૬૦ સુધીમાં સરેરાશ ઊંચાઈ વધીને ૫.૩ ફૂટ થઈ ગઈ હતી, પરંતુ ૧૯૭૦માં પાછી ફરી ઊંચાઈ ઘટવા લાગી. લંબાઈ પાછળ લોકોના જીન્સની પણ અસર થાય છે, તેથી અહીંના લોકોની ઓછી ઊંચાઈ પાછળનું કારણ જિનેટિક્સ જ છે.SSS