Western Times News

Latest News from Gujarat India

સાઉદી અરામકો સાથેની ડીલ રદ્દ, મુકેશ અંબાણીને એક દિવસમાં ૬૬ હજાર કરોડનો આંચકો

મુંબઇ, રિલાયન્સ અને સાઉદી અરામકો વચ્ચે રદ થયેલી ડીલ બાદ આવ્યો છે. બંને કંપનીઓ વચ્ચેનો સોદો રદ થયા બાદ શેરધારકોમાં નિરાશાના કારણે શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર બીએસઇ પર ૪.૨% ઘટીને રૂ. ૨૩૬૮.૨૦ પર આવી ગયો હતો. તેનાથી કંપનીના માર્કેટ કેપમાં રૂ. ૬૬,૦૦૦ કરોડનો ઘટાડો થયો છે. નિષ્ણાતોના મતે, કેમિકલ બિઝનેસ માટે રિલાયન્સના તેલનું મૂલ્ય ઇં૭૫ બિલિયન હોવાનું માનવામાં આવતું હતું, જે હવે બદલાઈ શકે છે. જાે કે, તેનાથી કંપનીની બેલેન્સ શીટ પર કોઈ અસર થશે નહીં.

વર્ષ ૨૦૧૯ માં, બંને કંપનીઓ વચ્ચે કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ અંતર્ગત સાઉદી અરામકો રિલાયન્સની ઓઈલ ટુ કેમિકલમાં ૨૦ ટકા હિસ્સો ખરીદવાની હતી. તેની કુલ કિંમત ૧.૧૧ લાખ કરોડ રૂપિયાથી વધુ હતી. છેલ્લા બે વર્ષમાં બંને કંપનીઓ વચ્ચેના કરારમાં ઘણી પ્રગતિ થઈ છે.

રિલાયન્સે અરામકોના ચેરમેન એચ. અલ-રૂમાયનને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે પણ નિયુક્ત કર્યા છે.પરંતુ હાલમાં જ બંને કંપનીઓએ આ ડીલ રદ કરવાનો ર્નિણય લીધો છે. શુક્રવારે રિલાયન્સે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ઓઇલને કેમિકલ બિઝનેસને ગ્રુપના અન્ય બિઝનેસથી અલગ કરવાનો ર્નિણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે. બદલાતા વાતાવરણને જાેતા બંને કંપનીઓએ તેને રદ કરવાનો ર્નિણય લીધો છે.

તે જ સમયે, અરામકોએ પણ રવિવારે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે ભારત લાંબા સમયગાળા દરમિયાન વિકાસની જબરદસ્ત તકો પ્રદાન કરે છે. અમે સંભવિત બિઝનેસ પાર્ટનર્સ સાથે નવી અને હાલની બિઝનેસ તકોનું મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખીશું. તે જ સમયે, કંપનીએ એમ પણ કહ્યું હતું કે રિલાયન્સ અને અમારી વચ્ચેનો સંબંધ ઘણો જૂનો છે અને અમે આવનારા સમયમાં રોકાણની તકોની સંભાવના ચોક્કસપણે શોધીશું.

મુકેશ અંબાણીના Jio માર્ટ સામે મહારાષ્ટ્રથી લઈને તમિલનાડુ સુધી મોબિલાઈઝેશન શરૂ થઈ ગયું છે. ઠેર ઠેર દેખાવો થઈ રહ્યા છે. નાના દુકાનદારોને બરબાદીનો ડર સતાવી રહ્યો છે. તેઓ ત્ર્નૈ માર્ટ સામે ઉભા છે. આ કારણોસર, દેશમાં વિતરકોએ પણ તેમના સ્ટાફ અને વાહનોમાં ઘટાડો કર્યો છે. મહારાષ્ટ્ર અને તમિલનાડુના ડિસ્ટ્રીબ્યુટર્સે પણ ત્ર્નૈ માર્ટના કેટલાક ડિલિવરી વાહનોને રોકવા માટે નાકાબંધી કરી છે.

વર્ષ ૨૦૧૮માં મુકેશ અંબાણીની રિલાયન્સ દ્વારા દેશમાં જીઓ માર્ટની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ વર્ષોથી બજારમાં જામેલા નાના-મોટા વિતરકો માટે તે માથાનો દુખાવો બની ગયો છે. ઘણા ડિસ્ટ્રીબ્યુટર્સનું કહેવું છે કે આ એપને કારણે તેમના બિઝનેસને ભારે નુકસાન થઈ રહ્યું છે, કારણ કે રિટેલર્સને તેમના રેગ્યુલર ડિસ્ટ્રીબ્યુટર્સ કરતાં એપ દ્વારા સસ્તો માલ મળી રહ્યો છે. ત્ર્નૈ સ્ટ્ઠિં ૨૪ કલાકમાં સામાન પહોંચાડે છે. જેના કારણે આ એપ માર્કેટમાં વધુને વધુ લોકપ્રિય થઈ રહી છે.

દેશમાં લગભગ ૪ લાખ ૫૦ હજાર પરંપરાગત વિતરકો છે. તેના સેલ્સમેન દ્વારા, તે ઉત્પાદનની કિંમતો પર ૩-૫% નફો કમાય છે. મોટેભાગે આ વિતરકો અઠવાડિયામાં એકવાર વ્યક્તિગત રીતે ઓર્ડર લે છે અને બે દિવસમાં રિટેલર્સને માલ પહોંચાડે છે. રિલાયન્સ ૨૪ કલાકની અંદર માલ પહોંચાડે છે. રિટેલર્સ જ્યારે ઈચ્છે ત્યારે જીઓમાર્ટં પાર્ટનર એપ પરથી ઓર્ડર કરી શકે છે. રિલાયન્સ ગ્રાહકોને ફ્રી સેમ્પલ પણ આપે છે.

એક વિતરકનું કહેવું છે કે સતત આઠ દિવસથી તેઓ છૂટક વેપારીઓને સાબુનું એક પણ પેકેટ વેચી શક્યા નથી.HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers