ધનબાદમાં કાર નદીમાં ખાબકી, મહિલાઓ અને બાળકો સહિત પાંચ લોકોનાં મોત

ધનબાદ, ઝારખંડના ધનબાદમાં એક દર્દનાક અકસ્માત થયો છે. પૂર ઝડપે આવી રહેલ કાર નદીમાં ખાબકી હતી, જેમાં પાંચ લોકોના મોત થયા હતા. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે મોડી રાત્રે એક કાર રાંચીથી ધનબાદ જઈ રહી હતી, કારની સ્પીડ વધુ હોવાને કારણે ડ્રાઈવરે પોતાનું સંતુલન ગુમાવ્યું અને કાર નદીમાં ખાબકી ગઈ હતી. હાલ સ્થાનિક લોકોની મદદથી પોલીસે મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
સ્થાનિક લોકોની સૂચના પર પોલીસ પહોંચી અને હાઈડ્રાની મદદથી કારને ખાઈમાંથી બહાર કાઢી હતી. પરંતુ કારમાં સવાર તમામ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હાલ સ્થાનિક લોકોની મદદથી પોલીસે મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
તાજેતરમાં, ઝારખંડના લાતેહાર જિલ્લાના મનિકા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ડોમુહન નદી પાસે દ્ગૐ ૭૫ પર બસ અને ટ્રક વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. અકસ્માતમાં ટ્રકમાં સવાર મુસાફરનું મોત નીપજ્યું હતું. તેની ઓળખ ચંદવાના રહેવાસી મજૂર રાહુલ ભુઈયા તરીકે થઈ હતી, જ્યારે બસમાં સવાર લગભગ ૨૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ૫ લોકોને રિમ્સમાં રિફર કરવામાં આવ્યા હતા. તે જ સમયે, અકસ્માતમાં બચી ગયેલા મુસાફરોના જણાવ્યા અનુસાર, બસ ડ્રાઇવરની બેદરકારીને કારણે આ અકસ્માત થયો હતો. મુસાફરોએ આક્ષેપ કર્યો હતો કે બસ ડ્રાઇવર બસમાં વાંધાજનક કૃત્ય કરી રહ્યો હતો, જેના કારણે ધ્યાન ભટકવાથી ભયાનક અકસ્માત થયો હતો.HS