ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૨,૨૦૨ નવા કેસ

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના સંક્રમણની ઝડપમાં ઘટાડો થતો જાેવા મળી રહ્યો છે. મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના ૭,૫૭૯ નવા કેસ નોંધાયા છે. મંત્રાલયે માહિતી આપી છે કે, છેલ્લા ૫૪૩ દિવસમાં આ સૌથી ઓછો છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૩૬ લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે, હાલમાં દેશમાં કોરોના વાયરસના સંક્રમણના ૧,૧૩,૫૮૪ સક્રિય કેસ છે. જે છેલ્લા ૫૩૭ દિવસમાં સૌથી નીચા છે. દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસના ૦.૩૩ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૨,૨૦૨ લોકો કોરોનામાંથી સાજા થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આ સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી છે કે, સોમવારે દેશમાં કોરોના વાયરસના રસીના ડોઝની સંખ્યા ૧૧૭ કરોડને પાર થઇ ગઈ છે. મંત્રાલયે કહ્યું કે, સોમવારે સાંજે ૭ વાગ્યા સુધી, રસીના ૬૩ લાખ (૬૩,૯૮,૧૬૫) થી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. મંત્રાલયે કહ્યું કે દેશમાં સંવેદનશીલ વસ્તી જૂથોને કોવિડ-૧૯ના ચેપથી બચાવવા માટે રસીકરણ અભિયાન મહત્વપૂર્ણ છે અને તેની નિયમિત સમીક્ષા અને દેખરેખ રાખવામાં આવે છે.HS