સંતકબીર રોડ પર આવેલા શંકર વિજય એન્ટરપ્રાઈઝને કોર્પોરેશન દ્વારા સીલ કરાયું
રાજકોટ, રાજયમાં મહાનગર પાલિકા દ્વારા નોનવેજ ની લારીઓ દૂર કરવાનો જે ર્નિણય લેવાયો છે તે અંતર્ગત આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકિંગ અંતર્ગત શહેરના સામાકાંઠા વિસ્તારમાં સંતકબીર રોડ પર આવેલી શંકર વિજય એન્ટરપ્રાઈઝમાંથી મોટી માત્રામાં એક્સ્પાઈરી ડેઈટવાળા કોલ્ડ્રીક્સ અને ફલેવર્ડ મિલ્કનો જ્થ્થો મળી આવતા તેમણે ડીએમસીની સુચનાથી તાત્કાલીક અસરથી પેઢીને સીલ કરી દેવામાં આવી હતી અને એક્સ્પાઈરી ડેઈટવાળા ફલેવર્ડ મિલ્ક અને કોલ્ડ્રીંક્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા સંતકબીર રોડ પર શંકર વિજય એન્ટરપ્રાઈઝમાંથી ચેકિંગ હાથ ધરવામાં આવયું હતું. ચેકિંગ દરમિયાન વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૧ સુધીના અલગ અલગ સમયગાળામાં એકસ્પાઈર થયેલુ ૬૪૬ લીટર બેવરેજીસનો જથ્થો મળી આવ્યો હતો.
જેમાં અમુલ કુલ ફલેવર્ડ મિલ્કની ૨૪૦૦ બોટલ, સ્પ્રાઈટ કોલ્ડ્રીંક્સની ૨.૫૦ મીલીની ૧૮ બોટલ, ફેન્ટા ૧.૨૫૦ મીલીની ૧૨ બોટલ અને ૭૫૦ મીલીની ૪૫ બોટલ જ્યારે લીમ્કાની ૭૫૦ મીલીની ૨૬બોટલ મળી આવી હતી જેનો નાશ કરવામાં આવ્યો હતો અને ડીએમસીની સુચનાથી શંકરવિજય એન્ટરપ્રાઈઝ નામની પેઢીને સીલ કરી દેવામાં આવી હતી.આ ઉપરાંત અલગ અલગ ૧૯ સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ ઉપરાંતહેરી કાદરભાઈ વૈદ્યને લાયસન્સ અંગે નોટિસ અપાઈ હતી. રામદેવ ડેરીફાર્મ અને નીલ કોલ્ડ્રીંક્સને લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી. ખોડલ ખમણ હાઉસમાંથી વાસી ૩ કિલો ખમણ, એમઆર પીઝામાંથી ૩ કિલો વાસી પીપેઈડ ફૂડ અને મચ્છુ ડેરીમાં તારીખ વગરના ૫૦ પેકેટ છાશનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડેરીમાંથી મિક્સ દૂધનો નમૂનો લેવામાં આવ્યો હતો.
જ્યારે રાધેશ્યામ ડેરી, ગોપાલ ડેરી ફાર્મ, મહાલક્ષ્મી ડેરીમાંથી મિક્સ દૂધ તથા ભેંસના દૂધના નમૂનો લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.HS