Western Times News

Latest News from Gujarat India

દવાની અસર ન થાય એવી ફૂગથી દિલ્હીમાં બે દર્દીનાં મોત

નવી દિલ્હી, દિલ્હીમાં નવા પ્રકારની ફૂગના કારણે થયેલા મૃત્યુ આશ્ચર્યજનક છે. એઈમ્સના ડોકટરોએ બે દર્દીઓમાં એસ્પરજિલિયસ લેન્ટુલસ નામના પેથોજનની હાજરીની પુષ્ટિ કરી છે.

ફૂગની આ પ્રજાતિ પર કોઈ દવાની કોઈ અસર થતી નથી. ક્રોનિક ઓબ્સ્ટ્રેકટીવ પલ્મોનરી ડિસીઝ (સીઓપીડી) થી પીડિત બંને દર્દીઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. એસ્પરજિલિયસ લેન્ટુલસ એ એસ્પરજિલિયસની એક પ્રજાતિ છે જે ફેફસાંને ચેપ લગાડે છે. ૨૦૦૫ માં તબીબી વિશ્વમાં તેનો પ્રથમ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ત્યારથી, ઘણા દેશોમાં માનવ સંક્રમણના કેસ નોંધાયા છે. જાે કે, ડોકટરોના જણાવ્યા અનુસાર, ભારતમાં આ પ્રકારની ફૂગના ચેપનો આ પ્રથમ કેસ છે. ઇન્ડિયન જર્નલ ઑફ મેડિકલ માઇક્રોબાયોલોજી (આઈજેએમએમ) માં પ્રકાશિત થયેલા કેસ રિપોર્ટ અનુસાર, એક દર્દીની ઉંમર ૫૦ થી ૬૦ વર્ષની વચ્ચે હતી અને બીજાની ઉંમર ૪૫ વર્ષથી ઓછી હતી.

બંનેને સીઓપીડી હતું. એક દર્દીને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં સુધારો ન થતાં તેને એઈમ્સમાં રીફર કરવામાં આવ્યો હતો. તેને અહીં એમ્ફોટેરિસિન બી અને ઓરલ વોરીકોનાઝોલ ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા. એક મહિના સુધી સારવાર કરવા છતાં સ્થિતિમાં સુધારો થયો ન હતો અને દર્દીનું મૃત્યુ થયું હતું.

જ્યારે બીજા દર્દીને તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ સાથે એમ્સ ઈમરજન્સીમાં લાવવામાં આવ્યો હતો. તેમને એમ્ફોટેરિસિન બી પણ આપવામાં આવ્યું હતું પરંતુ એક અઠવાડિયા પછી મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર થવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.

આઈજેએમએમમાં પ્રકાશિત એઈમ્સના ડૉક્ટરોના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમારી જાણકારી મુજબ, ભારતમાં સીઓપીડી દર્દીમાં એસ્પરજિલિયસ લેન્ટુલસને કારણે પલ્મોનરી એસ્પરગિલોસિસનો આ પહેલો કેસ છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સેન્ટર ઓન ફૂગના વડા અરુણલોક ચક્રવર્તી કહે છે કે લગભગ એક દાયકા પહેલા સુધી માત્ર ૨૦૦ થી ૩૦૦ ફૂગ જ બીમાર પાડી શકે છે તેવું આપણને ખબર હતી.

પરંતુ હવે આ ફુગની ટોટલ ૭૦૦ થી વધુ પ્રજાતિઓ છે જે મનુષ્યને બીમાર બનાવે છે. આમાંના ઘણાને દવાઓથી પણ અસર થતી નથી. પીસીઆઈ ચંદીગઢના મેડિકલ માઇક્રોબાયોલોજીના વડા ચક્રવતીએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ૩૭ વર્ષથી ફંગલ ઇન્ફેક્શનના જાેખમ વિશે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે.

ફંગલ ચેપ એ તે રોગો છે જે ફૂગના કારણે થાય છે. ફૂગ એ નાના જીવો છે જે આપણા પર્યાવરણમાં જાેવા મળે છે. ધાધર અથવા નખમાં થતા આવા મોટાભાગના ચેપ સરળતાથી સાજા થઈ શકે છે. જાેકે કેટલાક ચેપ ખૂબ જ જીવલેણ હોય છે, જેમ કે કેન્ડીડા અથવા એસ્પરજિલિયસ ફૂગથી થતા ચેપ.

વિશ્વભરમાં, ફંગલ ચેપને કારણે દર વર્ષે ૧.૫ મિલિયનથી વધુ લોકો મૃત્યુ પામે છે. અનેક પરિબળોને કારણે આ સંખ્યામાં વધુ વધારો થવાની ધારણા છે. ત્યાં બે મુખ્ય છે ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોની સંખ્યામાં વધારોઃ વૃદ્ધત્વ અને ડાયાબિટીસ, કિડની રોગ અને કેન્સર જેવા રોગોને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. રોગ પેદા કરતી ફૂગ આવા લોકોને વધુ અસર કરે છે કારણ કે રોગપ્રતિકારક શક્તિ તેમનું રક્ષણ કરવામાં અસમર્થ હોય છે.

એન્ટીબાયોટીક્સનો વધુ પડતો ઉપયોગઃ એન્ટીબાયોટીક્સનો વધુ પડતો ઉપયોગ સારા અને ખરાબ બંને બેક્ટેરિયાને મારી શકે છે. જે ફૂગના વિકાસ માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવે છે. સ્ટેરોઇડ્‌સનો વધુ પડતો ઉપયોગઃ સ્ટેરોઇડ્‌સ શરીરની રોગપ્રતિકારક શક્તિને નબળી કરે છે અને ફંગલ ચેપ સામે લડવાની તેની ક્ષમતા ઘટાડે છે.

કોવિડ-૧૯ ના કિસ્સામાં આપણે સ્ટેરોઇડ્‌સનો વધુ પડતા ઉપયોગનું પરિણામ જાેયું છે. જેણે મ્યુકોર્માયકોસિસ એટલે કે કાળી ફૂગના રૂપમાં એક નવો પડકાર ઉભો કર્યો હતો. એવી ફૂગની પ્રજાતિઓમાં વધારો જે રોગ આપી શકે છેઃ પર્યાવરણમાં ૧૦ લાખથી વધુ ફૂગ હાજર છે.

તેમાંથી માત્ર ૨૦૦-૩૦૦ જ બીમાર પડે છે, એવી માહિતી હતી. જાે કે, તાજેતરના સંશોધનો સૂચવે છે કે રોગ પેદા કરતી પ્રજાતિઓની સંખ્યા ૭૦૦ સુધી પહોંચી ગઈ છે. ઊંચા તાપમાનમાં ટકી રહેવાની ક્ષમતાઃ મોટાભાગની ફૂગ ૧૨ °ઝ્ર થી ૨૦ °ઝ્ર વચ્ચે ટકી રહેવા સક્ષમ હોય છે.

જાે કે, તાજેતરના સંશોધનો કહે છે કે ઘણી ફૂગ ઊંચા તાપમાને પણ ટકી શકે છે. ઘણી હોસ્પિટલોમાં ફંગલ ઇન્ફેક્શન માટે ટેસ્ટ કરી શકે તેવી લેબ અને નિષ્ણાતો હોતા નથી. જેના કારણે સારવારમાં વિલંબ થાય છે. માત્ર ત્રણ પ્રકારની એન્ટિફંગલ દવાઓ ઉપલબ્ધ છે.

ઘણા ફંગલ ચેપ આમાંની કોઈપણથી પ્રભાવિત થતા નથી, તેથી સારવાર માટે દવાઓની પસંદગી મર્યાદિત કરે છે. ઘણી એન્ટિફંગલ દવાઓ જેમ કે લિપોસોમલ એમ્ફોટેરિસિન બી અત્યંત ખર્ચાળ છે. ગરીબોની પહોંચની બહાર છે. એન્ટિફંગલ દવાઓ કિડની અને શરીરના અન્ય અવયવોને નુકસાન પહોંચાડે છે.

એટલે કે એક તરફ જ્યાં આ દવાઓ જીવ બચાવે છે ત્યાં દર્દીઓને બીજી કોઈ સમસ્યા પણ આપી શકે છે. એન્ટીબાયોટીક્સ અને સ્ટીરોઈડનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરો, માત્ર ઉમદા ડૉક્ટર્સની સલાહ પર જ તેને લો. ડાયાબિટીસ, કિડનીની બિમારી અથવા અન્ય કોઈપણ રોગથી પીડાતા લોકોએ યોગ્ય આહાર રાખવો જાેઈએ અને સમયસર દવાઓ લેવી જાેઈએ. જાે ત્વચા પર ફોલ્લીઓ, લાલ વર્તુળો, તાવ, માથાનો દુખાવો અથવા થાક જેવા લક્ષણો દેખાય તો ડૉક્ટરને તરત મળો. સમયસર સારવાર સાથે સમસ્યાને આગળ વધતી અટકાવી શકાય છે.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers