વર્ષ ૨૦૧૪ બાદ આપણે યુએસના ગુલામ થયા: ઐયર

નવી દિલ્હી, દેશને આઝાદી ભીખમાં મળી છે તેવુ નિવેદન આપીને એક્ટ્રેસ કંગનાએ વિવાદ સર્જયો હતો. હવે કોંગ્રેસના નેતા મણીશંકર ઐયરે પણ આઝાદીને લગતુ વિવાદિત નિવેદન આપ્યુ છે.તેમણે કહ્યુ છે કે, ૨૦૧૪ બાદ આપણે અમેરિકાના ગુલામ થઈ ગયા છે.
મણી શંકર ઐયરે ભારત અને રશિયા વચ્ચેના સબંધો પર આયોજિત સેમિનારમાં કહ્યુ હતુ કે, છેલ્લા સાત વર્ષથી આપણે જાેઈ રહ્યા છે કે, બિન જાેડાણવાદી દેશોની તો વાત જ નથી થઈ રહી.
શાંતિને લઈને ચર્ચા નથી થઈ રહી.આપણે અણેરિકાના ગુલામ બનીને બેઠા છે અને તેમના કહેવા પર આપણે ચીનથી અંતર રાખી રહ્યા છીએ..હું કહુ છું કે, ચીનના સૌથી નજીકનો દોસ્ત જ આપણે છે. ઐયરનુ કહેવુ હતુ કે, ભારત અને રશિયાના સબંધો બહુ જુના છે.
રશિયાએ હંમેશા ભારતને સહયોગ કર્યો છે.જાેકે મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી આ સબંધ નબળા પડ્યા છે.૨૦૧૪ સુધી રશિયા સાથે આપણા વેપાર સબંધ પણ સારા હતા પણ સાત વર્ષમાં તેમાં પણ ઘટાડો થયો છે.SSS