Western Times News

Latest News from Gujarat India

શિયાળુું સત્રના પહેલા દિવસે ૬૦ ટ્રેકટરો સાખે ૧૦૦૦ લોકોની રેલી કાઢીને સંસદ જશે: રાકેશ ટિકૈત

નવીદિલ્હી, વડાપ્રધાન મોદી દ્વારા ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચી લેવામાં આવ્યા છે. તેમ છતા પણ ખેડૂત સંગઠનો આંદોલન યથાવત રાખવાની જીદ પકડીને બેઠા છે. આ મામલે ખેડૂત નેતા રાકેશ ટિકૈત દ્વારા સંસદમાં પહેલા શિયાળું સત્રના દિવસે ટ્રેકટર રેલી કાઢવાનું એલાન કર્યું છે.

૨૯ નવેમ્બરે શીયાળું સત્રના પહેલા દિવસે ૧૦૦૦ લોકો ૬૦ ટ્રેકટરો સાથે સંસદ પર કૂચ કરશે. મીડિયા સાથે વાતચીત કરતા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે જે રસ્તાઓ સરકાર દ્વારા ખોલવામાં આવ્યા છે. તે રસ્તાઓ પરથી ટ્રેકટર નીકળશે. સાથેજ તેમણે કહ્યું પહેલા અમારા પર રસ્તા બ્લોક કરવાનો આક્ષેપ લાગ્યો હતો. પરંતુ ખેડૂતોએ રસ્તો બ્લોક નહોતો કર્યો.

રાકેશ ટિકૈતે વધુમાં કહ્યું કે રસ્તાઓ બ્લોક કરવા અમારા આંદોલનનો ભાગ નથી. અમારું આંદોલન સરકાર સાથે વાત કરવાને લઈને છે જેથી અમે સીધા સંસદ જઈશું. રાકૈશ ટિકૈતે ટ્રેકટર રેલીનું એલાન પણ એવા સમયે કર્યું છે જાેકે ટિકૈતના કહેવા પ્રમાણે અન્ય મુદ્દાઓની સાથે એમએસપી કાયદાને રદ કરવાને લઈને એક હજાર લોકો સંસદમાં જવાના છે. જેમા ૬૦ ટ્રેકટરો સાથે રેલી લઈને પહોચવાના છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે રાકેશ ટિકૈતે એવું પણ કહ્યું કે એમએસપીને લઈને પણ સરકાર દ્વારા શુ પ્રતિક્રિયા આપવામાં આવે છે. તેની તેઓ રાહ જાેશે. તે સિવાય ગત વર્ષે ૭૫૦ ખેડૂતોના મોત થયા તેની પણ જવાબદારી કેન્દ્રએ લેવી જાેઈએ તેવું રાકેશ ટિકૈત દ્વારા કહેવામાં આવ્યું છે.AR

Copyright © All rights reserved. | Developed by Aneri Developers