Western Times News

Latest News from Gujarat

દેશમાં નાગરિકો માટે આવશ્યક ચીજવસ્તુઓ મોંઘી થતાં કફોડી હાલતઃ મકાન ખરીદવાની વાત હવે સ્વપ્ન બની ગઈ

દેશમાં રોટી-કપડા અને મકાન સૌથી વધુ મોંઘા -પેટ્રોલમાં સતત વધતા ભાવ ના પગલે વહેપારીઓએ પણ તમામ ચીજવસ્તુઓના ભાવો વધાર્યાં પરંતુ પેટ્રોલના ભાવ ઘટતા અન્ય ચીજવસ્તુઓના ભાવ હજુ પણ યથાવત

શાકભાજીના ભાવો આસમાને પહોંચતા ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો બેહાલ ઃ તૈયાર વસ્ત્રો પર પણ જીએસટી વધતા હવે નાગરિકો વધુ મુશ્કેલીમાં મુકાયા 

ભારત દેશ સ્વતંત્ર થયા પછી અનેક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કામગીરી કરી અર્થતંત્રને મજબુત બનાવવામાં આવ્યું છે. પરંતુ ભારત દેશમાં ટેક્ષના માળખાને લઈ નાગરિકો અને તેમાં પણ ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પર તેની વિપરીત અસર પડી રહી છે.

ટેક્ષના ભારણના કારણે તમામ ચીજવસ્તુઓ મોંઘી થવા લાગી છે અને હજુ પણ તેમાં સતત ભાવ વધારો થઈ રહયો છે. પરિણામ સ્વરૂપે આજે મોંઘવારીના કપરા કાળમાં સામાન્ય નાગરિકોની કમર તુટી ગઈ છે. ભારત દેશમાં મોંઘવારીના પગલે નાગરિકો બેહાલ બની ગયા છે અને લોકો હવે સરકાર ઉપર મીટ માંડીને બેઠા છે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ પેટ્રોલ પર ટેક્ષ ઘટાડતા તેની કિંમતમાં ઘટાડો થયો છે

પરંતુ વહેપારીઓએ ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવો ઘટાડયા નથી. દેશમાં આજે માનવ જીવન માટે આવશ્યક રોટી-કપડા અને મકાન માટે જીવવું દોહ્યલુ બની ગયું છે. ગરીબ માણસોને તો શાકભાજી ખરીદવા દિવા સ્વપ્ન સમાન બની ગયું છે. મધ્યમ વર્ગનો માનવી મોંઘવારીની ચક્કીમાં પીસાઈ રહયો છે

આજે ભારત દેશમાં અમીરો વધુને વધુ અમીર બનતા જાય છે જયારે ગરીબ અને મધ્યમવર્ગના લોકો વધુને વધુ ગરીબ બનવા લાગ્યા છે. આ પરિસ્થિતિમાં તાત્કાલિક કોઈ અસરકારક નિર્ણય લેવામાં નહી આવે તો આગામી દિવસોમાં તેની સીધી અસર રાજકીય પક્ષોની અને ખાસ કરીને સત્તાધારી ભાજપની લોકપ્રિયતા પર પડશે તેવુ સ્પષ્ટપણે અર્થશાસ્ત્રીઓ માની રહયા છે.

ભારતમાં દિવસને દિવસે મોંઘવારીનો આંક વધવા લાગ્યો છે કેન્દ્ર સરકાર પણ આડકતરી રીતે આ વાતનો સ્વીકાર કરી રહી છે અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવી રહયો છે આ દેશમાં કોરોનાના કપરા કાળમાં સરકારે અનેક પેકેજાે જાહેર કર્યા છે

પરંતુ આ તમામ પેકેજાે માત્ર ને માત્ર વહેપારીઓ અને ઉધોગગૃહો માટે જ હતાં. માત્ર ગરીબ વર્ગના લોકો માટે મફત અનાજ આપવાની યોજના જાહેર કરાઈ હતી જાેકે આ યોજનામાં પણ મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. સરકારની આ કામગીરીમાં મધ્યમવર્ગના નાગરિકો માટે કોઈ જ રાહત પેકેજ જાહેર કરાયું નથી

પરિણામે આજે મધ્યમવર્ગનો નાગરિક ગરીબીમાં ધકેલાયો છે આની આ જ પરિસ્થીતિ રહી તો ભારત દેશમાં ગરીબ (બીપીએલ) વર્ગના નાગરિકોની સંખ્યામાં ચોંકાવનારો વધારો થશે. કોરોનાના કપરા કાળમાં અનેક નાગરિકોએ પોતાની નોકરી ગુમાવી છે જયારે સંખ્યાબંધ નાગરિકોએ કપાત પગારમાં નોકરી ચાલુ રાખી છે.

આવા નાગરિકોની સરકારે દરકાર કરી નથી. કોરોનાના કપરા કાળ બાદ પણ દેશમાં મોંઘવારીનો ગાળીયો વધુ કસાયો છે ખાસ કરીને પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસના વધતા જતાં ભાવ ની સીધી અસર નાગરિકો પર પડી છે. પેટ્રોલ-ડીઝલના ભાવો વધવાના કારણે પરિવહન મોંઘુ થતાં તમામ ચીજવસ્તુઓ મોંઘી થઈ ગઈ છે.

વહેપારીઓએ આ ભાવ વધારાનો લાભ લઈ ખુલ્લેઆમ ભાવ વધારો જાહેર કરી દીધો છે. પેટ્રોલ-ડીઝલના ભાવના મુદ્દે દેશભરમાં ભારે ઉહાપોહ થતાં આખરે કેન્દ્ર સરકાર સફાળી જાગી હતી અને નાગરિકોના ઘા પર મલમ લગાડવાનો પ્રયાસ કરી ટેક્ષનું ભારણ થોડા ઘણા અંશે ઓછુ કરતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં સામાન્ય ઘટાડો થયો છે પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટવાની સાથે સાથે અન્ય ચીજવસ્તુઓના ભાવો ઘટવાના બદલે યથાવત રહયા છે તેથી નાગરિકોને આજે પણ તમામ ચીજવસ્તુઓ મોંઘી મળી રહી છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે કુદરત પણ રૂઠી હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે ગુજરાત સહિતના રાજયોમાં અતિવૃષ્ટિની સાથે સાથે કમોસમી વરસાદના કારણે કૃષિ પર તેની ઘેરી અસર પડી છે. ગુજરાત-મહારાષ્ટ્રમાં ખેડૂતો બેહાલ બની ગયા છે. સરકારે ખેડૂતો માટે પેકેજાે જાહેર કર્યા હતા પરંતુ સરકારને આ પરિસ્થીતિમાં નાગરિકો ક્યાંય દેખાતા નથી

ખેડુતોને લાભ આપવા ઉપરાંત પેકેજાેની પણ તેમને ઘણી રાહતો આપવામાં આવી છે. આ પરિસ્થિતિમાં કૃષિ પેદાશો ખુબ જ મોંઘી થઈ ગઈ છે ખાસ કરીને તમામ શાક ના ભાવ આસમાને પહોંચી ગયા છે જેની સીધી અસર ગૃહિણીઓના રસોડા પર પડી છે મધ્યમવર્ગના નાગરિકોનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. શાકભાજી ખાવા દોહ્યલા બની ગયા છે.

આજે ટામેટાનો ભાવ મોટાભાગના રાજયોમાં રૂા.૧૦૦ને પાર કરી ગયો છે અન્ય શાકભાજીઓના ભાવો પણ ખુબજ વધી જતાં આજે નાગરિકો પણ શાકભાજી ખાવુ કે નહી તે અંગે મંથન કરવા લાગ્યા છે આ છે ભારત આજના ભારત દેશની પરિસ્થિતિ.

ભારત દેશમાં ખાવાનું મોંઘુ થવા લાગ્યું છે ત્યારે સરકારે જાણે પોતાની તિજાેરી જ ભરવાની હોય તે રીતે અન્ય આવશ્યક કપડા પરના જીએસટી દરમાં પણ વધારો કરી ૧ર ટકા કરી દીધો છે. આટલી બધી માત્રામાં જીએસટી વધારાતા વહેપારીઓ પણ ચોંકી ઉઠયા છે. કપડા પર જીએસટી વધતા જ વસ્ત્રો પણ હવે મોંઘા થઈ જવાના છે.

આમ ભારત દેશમાં હવે કપડા પહેરવા માટે પણ મોટી રકમ નાગરિકોને ચુકવવી પડશે. જે ચિંતાનો વિષય છે. સરકારે ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા જાેઈએ તેવું સ્પષ્ટપણે અર્થશાસ્ત્રીઓ માની રહયા છે કપડા પહેરવા આવશ્યક છે તેથી નાગરિકોને કપડા ખરીદયા સિવાય છુટકો નથી તેવી પરિસ્થિતિમાં સરકારે આ મુદ્દે પુનઃ વિચાર કરવો જરૂરી બને છે.

કેન્દ્રમાં એનડીએની સરકાર આવતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ ગરીબોને ઘરનું ઘર મળી રહેશે તેવી જાહેરાત કરી હતી પરંતુ હકીકત એ છે કે આજે આ યોજનામાં કોને લાભ મળી રહયો છે અને કોને નથી મળતો તે અંગે તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ છે.

વડાપ્રધાનનો આશ્રય ખુબ જ સારો છે પરંતુ યોજનાનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહયો છે અને આની આજ પરિસ્થિતિ યથાવત રહી હતો યોજનાનો આશ્રય મરી જશે અને જરૂરીયાતમંદોના બદલે કૌભાંડીઓને તેનો લાભ મળશે તેવું ચિત્ર ઉપસી રહયું છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers