Western Times News

Gujarati News

અમદાવાદમાં મેટ્રો ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ પહેલા દોડતી કરવાનો નિર્ધાર

અમદાવાદ, સાબરમતી નદી પરથી શહેરના પૂર્વ-પશ્ચિમ ભાગને જાેડતો બ્રીજ તૈયાર થઈ ગયો છે, મેટ્રો પ્રોજેક્ટનો અમદાવાદ-ગાંધીનગરને જાેડનારા ફેઝ-૧ની કામગીરી પૂર્ણ કરાઈ રહી છે. મેટ્રો દ્વારા શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જાેડવા માટે સાબરમતી નદી પર બ્રીજ અને પછી અંડરગ્રાઉન્ડ કામગીરી લગભગ પડકારજનક હતી.

આ અંગે એક અધિકારી જણાવે છે કે, સૌથી મહત્વનું કામ નદીથી મેટ્રોને જાેડવાનું અને અને પછી અંડરગ્રાઉન્ડથી તેને આગળ લઈ જવાનું હતું. તેમના જણાવ્યા પ્રમાણે નદી પરના બ્રીજની કામગીરી પૂર્ણ થઈ છે અને હવે આ એલિવેટેડના અંત ભાગને અંડરગ્રાઉન્ડ સાથે જાેડવામાં આવ્યો છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારી જણાવે છે કે, ગાંધી બ્રીજને સમાંતર મેટ્રો બ્રીજ નદીને ઓળંગતો નથી. અધિકારી જણાવે છે કે, મેટ્રો ફેઝ-૧નું લગભગ ૭૮.૫% જેટલું કામ પૂર્ણ થયું છે હવે આ ફેઝ પર સિગ્નલ્સ અને ટ્રેક લગાવવાની કામગીરી કરાશે. આ સાથે એપ્રલ પાર્કથી શાહપુર સુધીની અંડરગ્રાઉન્ડની કામગીરી પણ પૂર્ણ કરી દેવાઈ છે.

અંડરગ્રાઉન્ડનો ભાગ પૂર્વ-પશ્ચિમ કોરીડોરને જાેડી રહ્યો છે, જે વસ્ત્રાલથી થલતેજ સુધીનો છે. અધિકારી વધુમાં જણાવે છે કે, સાત રેલવે ટ્રેક સુધી ફેલાયેલો ઓપન વેબ ગ્રીડર સાબરમતી ખાતે મૂકવામાં આવ્યો છે.

OWG ૭૩mલાબું અને ૧૨m પહોળું રહેશે. જેના માટે લોખંડના ૫૫૦સ્‌ અને તેનું કુલ વજન ૮૫૦MT થાય છે. તેઓ આગળ જણાવે છે કે, મેટ્રો સ્ટેશનની કામગીરી ચાલી રહી છે અને આ એક એવું કામ છે જ્યાં GMRC પાછળ ચાલી રહ્યું છે. APMC અને મોટેરા વચ્ચેની ઉત્તર-દક્ષિણ કોરિડોરની કામગીરી ચાલી રહી છે. એવો સંકલ્પ લેવામાં આવ્યો છે કે ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં આખા શહેરમાં મેટ્રોની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે.

સરકારે જણાવ્યું છે કે તે આગામી વર્ષે આવી રહેલી ચૂંટણી પહેલા પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બન્ને કોરિડોરની મેટ્રોની કામગીરી પૂર્ણ કરવા માગે છે. આ અંગે સિનિયર અધિકારી જણાવે છે કે, તેમના કોન્ટ્રાક્ટરને ઝડપી કામગીરી માટે આદેશ આપવામાં આવ્યા છે જેથી કરીને ૧ ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં મેટ્રોની ટ્રાયલ રન શરુ કરી શકાય.

આ સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે, GMRC દ્વારા એરપોર્ટથી સીધી કનેક્ટિવિટીનો ર્નિણય પડતો મૂકવામાં આવ્યો છે જે અંગે અગાઉ પ્લાન કરવામાં આવ્યો હતો. આ સિવાય જણાવવામાં આવ્યું છે કે, ગાંધીનગર અને અમદાવાદને જાેડતા ૨૮ કિલોમીટરના ફેઝ-૨ની કામગીરી શરુ કરવામાં આવી છે જે વર્ષ ૨૦૨૪ સુધીમાં પૂર્ણ થઈ જશે. અધિકારીઓએ જણાવ્યું કે, ફેઝ-૨ની મોટેરાથી મહાત્મા મંદિર સુધીનું અંતર ૨૨.૮ કિલોમીટર થાય છે. ફેઝ-૨માં ૨૦ એલિવેટેડ સ્ટેશન્સ રહેશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.