Western Times News

Gujarati News

શક્તિ મિલ ગેંગરેપ કેસઃ હાઈકોર્ટે ત્રણ આરોપીઓની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી

નવી દિલ્હી, દેશભરમાં ભારે ચકચાર મચાવનાર મુંબઈના શક્તિ મિલ ગેંગરેપ કેસમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે અને નીચલી કોર્ટે ત્રણ આરોપીઓને ફટકારેલી ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી નાંખી છે.

મુંબઈ સેશન્સ કોર્ટે 2014માં ત્રણ આરોપીઓ વિજય જાધવ, કાસિમ બંગાળી અને સલીમ અન્સારીને ફાંસીની સજા ફટકારી હતી.ફાંસીની સજાને મંજૂરી આપવા માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કરેલી પિટિશન બાદ આજે હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો.

શક્તિ મિલ કમ્પાઉન્ડમાં ગેંગ રેપની બે ઘટનાઓ સામે આવી હતી.2013માં એક મેગિઝિનની મહિલા ફોટો જર્નાલિસ્ટ સાથે આ સ્થળે ગેંગરેપ કરાયો હતો.જેમાં પાંચ આરોપી સિરાજ રહેમાન ખાન, વિજય મોહન જાધવ, મહોમ્મદ સલીમ અ્સારી,  કાસીમ બંગાળી અને ચાંદ બાબૂની ધરપકડ કરાઈ હતી.

એ પછી એક મહિલા ટેલિફોન ઓપરેટર પણ સામે આવી હતી અને તેણે કહ્યુ હતુ કે, મારા પર પણ ગેંગરેપ કરાયો હતો.આ કેસમાં પકડાયેલા ત્રણ આરોપી ફોટો જર્નાલિસ્ટ પર રેપ કરવામાં પણ સામેલ હતા.

આ કેસની ટ્રાયલ દરમિયાન બંને રેપમાં સામેલ ત્રણ આરોપીઓ  વિજય મોહન જાધવ, કાસિમ બંગાળી અ્ને મહોમ્મદ સલીમ અન્સારીને સેશન્સ કોર્ટે ફાંસીની સજા કરી હતી અને બાકીના આરોપીઓને આજીવન કેદ ફટકારી હતી.

જોકે હવે હાઈકોર્ટે ત્રણ આરોપીઓની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી નાંખી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.