Western Times News

Gujarati News

ખાનગી એજન્સીને ૭૦ લાખ ચુકવ્યા પણ, સ્વચ્છતા લક્ષ્યાંક સિધ્ધ થયા નહીં

આ જ કંપનીને વધુ બે વર્ષ માટે રોકીને કન્સ્લટીંગ પેટે ૧૯ લાખ ચુકવાશે

(એજન્સી) અમદાવાદ, કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન અન્વયે હાથ ધરવામાં આવતા સ્વચ્છ સર્વેક્ષણના લક્ષ્યાંક હાંસલ કરીને દેશભરમાં ટોપ ટેપ શહેેરોની યાદીમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે મ્યુનિસિપલે નિષ્ણાંત કન્સ્લ્ટીંગ એજન્સીને રોકી ૭૦ લાખનું આંધણ કર્યુ તો પણ સવચ્છ સર્વેક્ષણના લક્ષ્યાંકો હાંસલ થઈ શક્યા નથી. તેમ છતાં આગામી સ્વચ્છ સર્વેક્ષણ માટે આ ખાનગી એજન્સીને વધુ બે વર્ષ માટે રોકીને ૧૯ લ ાખ જેટલી જંગી રકમ ચુકવવામાં આવનાર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેેન્દ્ર સરકારે મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજ્યંતિ નિમિત્તેે શહેરી વિસ્તારોને સ્વચ્છ અને હરિયાળા બનાવવા માટે સ્વચ્છ ભારત મિશનની રચના કરી હતી. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમદાવાદ શહેરને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત, દરરોજ ઉત્પન્ન થતાં ઘનકચરાનો યોગ્ય રીતે નિકાલ, હયાત ડમ્પ સાઈટનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી શહેરને ઝીરો વેસ્ટ સિટી બનાવવા માટે ડીપીઆર તૈયાર કરવા ખાનગી એજન્સીને સને ર૦૧૬થી રોકવામાં આવી હતી.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નિર્ધારીત કરવામાં આવલા લક્ષ્યાંકો હાંસલ કરવા તેમજ મંજુર કરવામાં આવેલી ર૦૮રર લાખની સહાય માટેેે જરૂરી પ્રોજેક્ટ હાથ ધરવાનુૃ આયોજન કરવા તથા ડીપીઆર બનાવવા માટે આ એજન્સીને સને ર૦૧૬ થી પાંચ વર્ષની કામગીરી સોંપવામાં આવી હતી. જેના માટે એજન્સીને ૭૦ લાખ જેટલી જંગી ફી પણ ચુકવવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધીમાં અમદાવાદ શહેરને નંબર વનનુૃ રેન્કીંગ પ્રાપ્ત થયુ નથી. અને દર વર્ષે ઈન્દોર શહેર જ મેદાન મારી જાય છે.

નંબર વન નહીં બનત અમદાવાદ શહેરને બીજી કેટેગરીમાં જ નંબર આપી દેવાય છે. તે જાેતાં ખાનગી એજન્સીની કામગીરી કે કન્સલ્ટીંગ બરાબર નથી કે મ્યુનિસિપલ તંત્ર એજન્સીની સલાહ સુચન મુજબ કામ કરી શકતુ નથી. એ અંગે કોઈ સ્પષ્ટતા થતી નથી. તંત્રના અધિકારીઓને કેન્દ્રમાંથી મળતી કરોડો રૂપિયાની ગ્રાંટમાં જ રસ હોય તેમ લાગી રહ્યુ છે.

જાે કે મ્યુનિસિપલના સતાવાર દાવા અનુસાર, મ્યુનિસિપલને ચાલુ વર્ષે સૌથી સ્વચ્છ મેગાસીટીનો દરજ્જાે મળ્યો છે. થ્રી સ્ટાર રેટીંગ મેળવ્યુ છે. અને ઓડીએફ ડબલ પ્લસ સર્ટીફિકેટ મેળવ્યુ છે આગામી સ્વચ્છ સર્વેક્ષણમાં ફાઈવ સ્ટાર અને સેવન સ્ટાર રેટીંગ મેળવવા માટે ખાનગી કન્સ્લટીંગ એજન્સી રોકવાની દરખાસ્તમાં પાંચ વર્ષથી કામ કરતી એજન્સીને જ બારોબાર વધુ બે વર્ષ માટેે કામગીરી સોંપવાની ભલામણ કરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.