Western Times News

Gujarati News

કલમ 370 હટાવીને પ્રધાનમંત્રીએ શહીદોને સન્માન આપ્યું: કેન્દ્રીય ગૃહમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સરદાર જયંતિના દિવસે રાષ્ટ્રીય પોલીસ સ્મારકના લોગો અને ચિહ્નનું લોકાર્પણ કરશે : શ્રી અમિત શાહ

  કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આજે અમદાવાદ ખાતે રેપીડ એક્શન ફોર્સની 27 મી વર્ષગાંઠ પરેડનું નિરીક્ષણ કર્યું

અમદાવાદ,  કેન્દ્રિય ગૃહ મંત્રીશ્રી અમિત શાહે Home Minister Amit Shah સોમવારે અમદાવાદ ખાતે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ Prime Minister Narendra Modi 34800 જવાનોની અમર ગાથાનો ઈતિહાસ દેશની જનતા સમક્ષ મૂકવા માટે દિલ્હી New Delhi, ખાતે રાષ્ટ્રીય પોલીસ સ્મારકની National Police Smarak રચના કરાવી છે. મંત્રીશ્રીએ જાહેરાત કરી હતી કે ૩1 ઓક્ટોબર 2019 ના રોજ સરદાર જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય પોલીસ સ્મારકના લોગો અને ચિહ્નનું લોકાર્પણ કરશે. શ્રી અમિત શાહ Amit Shah વસ્ત્રાલ ખાતે રેપીડ એકશન ફોર્સની Vastral Road, Rapid Action Force RAF 27 મી વર્ષગાંઠ પરેડનું 27th Annual Parade નિરીક્ષણ કર્યા બાદ દળને સંબોધન કરી રહ્યા હતા.

ગૃહ મંત્રીશ્રી અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાં કલમ 370 અને 35એ ના પ્રાવધાનો હટાવીને 35000 શહીદોને સન્માન આપ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કેન્દ્ર સરકારના આ પગલાથી કાશ્મીરમાં નવા યુગની શરૂઆત થશે. મંત્રીશ્રીએ શહીદ જવાનોના બલિદાનને યાદ કરીને તેમના અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે 130 કરોડની વસતીવાળા વિવિધતાસભર દેશમાં આ દળોએ જાનની પરવા કર્યા વિના સુરક્ષા નિશ્ચિત કરી છે અને આજે દેશમાં છે વિકાસ અને શાંતિ છે તેનો શ્રેય તેમના બલિદાનને જ જાય છે.

રેપીડ એકશન ફોર્સની નિષ્ઠા અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરતા ગૃહ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે 1992માં સ્થાપના થયા બાદ ખૂબ ઓછા સમયમાં દેશ અને દુનિયામાં વિશ્વસનીયતા કેળવવામાં આરએએફ સફળ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે હુલ્લડો વખતે આરએએફના પહોંચવાના સમાચારથી જ સ્થિતિ કાબૂમાં આવી જતી હોય છે. ઘણી વખત એવું પણ બને છે કે RAFની ઉપસ્થિતિ માત્રથી પણ હુલ્લડો થતા નથી. તેમણે આફ્રિકાના લાઇબેરિયામાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં ગયેલી આરએએફની પ્રથમ મહિલા ટુકડીની પણ પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આરએએફની સ્થાપના જે ઉદ્દેશ્યો માટે કરવામાં આવી હતી તે ઉદ્દેશ્યો પૂરા કરવામાં આરએએફ સફળ રહ્યું છે.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જવાનોને તેમના શૌર્ય અને વીરતા માટે મેડલ એનાયત કર્યા હતા, જ્યારે સર્વશ્રેષ્ઠ શૂટિંગ માટે આરએએફની 100મી બટાલિયનને, સર્વશ્રેષ્ઠ ઓપરેશન માટે 104મી બટાલિયનને તથા સર્વશ્રેષ્ઠ એડમીન કાર્ય માટે આરએએફની 108 મી બટાલિયનને ટ્રોફી એનાયત કરી હતી.

કેન્દ્રિય ગૃહ મંત્રીએ ભારે વરસાદ છતાં દળના કાર્મિકો, ડોગ સ્કવોડ દ્વારા પ્રદર્શિત કરાયેલા ડેમો અને દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો.    આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, સીઆરપીએફના મહાનિદેશક શ્રી રાજીવ રાય ભટનાગર તથા આરએએફના ઈન્સ્પેકટર જનરલ શ્રી અરુણ કુમાર ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.