Western Times News

Gujarati News

સલામત નવરાત્રિ માટે ૧૮૧ અભયમ હેલ્‍પલાઇન એપનો ઉપયોગ કરો

મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે ગુજરાત સરકાર દ્વારા ૧૮૧ અભયમ હેલ્‍પલાઇન સેવા કાર્યરત છે. ૧૮૧ ટોલ ફ્રી નંબર છે, જે ૨૪ કલાક કાર્યરત રહે છે. દરેક મહિલાએ સલામતી માટે પોતાના ફોનમાં ૧૮૧ અભયમ હેલ્‍પલાઇન એપ ઇન્‍સ્‍ટોલેશન કરવા ઉપરાંત ઇન્‍ટરનેટ ચાલુ રાખવું જોઇએ, જેના થકી મહિલાઓ છેડછાડ કે કોઇજાતનો ખતરો અનુભવે ત્‍યારે ૧૮૧ પર ત્‍વરિતપણે હેલ્‍પ લઇ શકે છે.

નવરાત્રિ દરમિયાન અજાણી વ્‍યકિતને તમારો ફોટો ન પાડવા દેવા, અજાણી વ્‍યકિત કે ગ્રૂપ સાથે ગરબા ન રમવા જોઇએ. ગરબામાં જાઓ ત્‍યારે ઘરની કોઇ એક વ્‍યકિતને અચૂક સાથે લઇને જવા અને ગરબા બાદ પ્રાઇવેટ વ્‍હિકલ કે કેબનો ઉપયોગ કરવાને બદલે પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટનો ઉપયોગ કરવો જોઇએ. નવરાત્રિના સ્‍થળો ઉપર મહિલા પોલીસ ટ્રેડિશનલ કે સાદા ડ્રેસમાં ફરતા રહી દરેક સ્‍થળોએ બાજ નજર રાખે છે, તેમ છતાં દરેક મહિલાને પોતાની સુરક્ષા માટે હંમેશા સતર્ક રહેવા અને મુશ્‍કેલીના સમયે ૧૮૧ અભયમ હેલ્‍પલાઇનનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.