Western Times News

Gujarati News

મહિલા સુરક્ષા હેલ્પ લાઇન અભયમ એ જાગૃતિ કાર્યક્રમો દ્વારા ઉજવ્યો હિંસા સામે સુરક્ષા દિવસ

વડોદરા, આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા વિરોધી દિવસને અનુલક્ષીને અભયમ વડોદરા ટીમે જન જાગૃતિ કાર્યક્રમો યોજીને હિંસા વિરોધી દિવસની ઉજવણી કરી હતી. આ સંસ્થા ના કો ઓર્ડીનેટરે જણાવ્યું કે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૨૫ નવેમ્બર ને મહિલાઓ સામે હિંસાના નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

તેના ભાગરૂપે અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન વડોદરા દ્વારા સોમા તળાવ વિસ્તાર, છાણી જકાત નાકા, અને પાદરા ખાતે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. જેમાં અભયમ ટીમ વડોદરા દ્વારા મહિલાઓ, યુવતિઓ અને વિદ્યાર્થીનીઓ ને શારીરિક, માનસિક, જાતીય અને ઘરેલુ હિંસા સહિત ની હિંસા થી વાકેફ કરી તેના સામે કેવી રીતે બચી શકાય તેનું વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કોઈપણ પ્રકારની હિંસા, કામના સ્થળે જાતીય સતામણી, બિન જરૂરી ટેલીફોનીક કોલ મેસેજ થી હેરાનગતિ, છેડતી કે અન્ય પ્રકાર ની હેરાનગતિ સામે વિના મૂલ્યે ચોવીસ કલાક કાર્યરત ૧૮૧ મહિલા હેલપલાઇન નો ઉપયોગ કરવા અનુરોધ કરવામા આવ્યો હતો. આ ઉપરાંત મહિલા સુરક્ષા માટેની વિવિધ અભયમ મોબાઈલ એપ્લિકેશન પોતાના સ્માર્ટ ફોનમાં ડાઉનલોડ કરી મુશ્કેલી ના સમયે અભયમ સેવાઓ ઝડપથી મેળવવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.