Western Times News

Gujarati News

થેન્ક્‌સગિવિંગ પર કરીના કપૂરે ઘરે ડિનર યોજ્યું

મુંબઈ, એક એવો પ્રસંગ જ્યારે વ્યક્તિ તેની પાસે જે કંઈ છે, તેના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકે છે, તો તે છે થેન્ક્‌સગિવિંગ. થેન્ક્‌સનગિંવિંગ દુનિયાભરમાં ઉજવવામાં આવે છે અને બી ટાઉનના સેલેબ્સ પણ તેમાથી બાકાત નથી. બહેનપણીઓ સાથે પાર્ટી કરવા માટે જાણીતી કરીના કપૂરે પણ ગુરુવારે રાતે થેન્ક્‌સગિવિંગ ગેટ-ટુગેધર ડિનરનું આયોજન પોતાના ઘરે કર્યું હતું.

જેમાં બહેન કરીશ્મા કપૂર, મ્હ્લહ્લ મલાઈકા અરોરા, મેનેજર પૂનમ દામનિયા, ફોઈની દીકરી નિતાશા નંદા તેમજ અન્ય કેટલાક ઉપસ્થિત રહ્યા હતા. કરીના કપૂરના ઘરે થયેલા ડિનરની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં બોલિવુડ ડીવા ફ્રેન્ડ્‌સ સાથે સમય પસાર કરતી અને પોઝ આપતી જાેવા મળી રહી છે. પૂનમે એક સેલ્ફી શેર કરી છે, જે કરીના કપૂરે લીધી છે.

તસવીરમાં તમામ સુંદર લાગી રહી છે. તસવીરમાં જાેઈ શકાય છે કે, કરીના કપૂરે નેવી બ્લ્યૂ કલરનું આઉટફિટ પહેર્યું છે અને વાળને ખુલ્લા રાખ્યા છે. મલાઈકા અરોરા ઓફ શોલ્ડર ટોપ અને સ્ટનિંગ નેકલેસમાં જાેવા મળી રહી છે. તો કરિશ્મા કપૂર ગોલ્ડન અને બ્લેક કલરના આઉટફિટમાં ગોર્જિયસ લાગી રહી છે. મલાઈકા અરોરાએ પણ એક તસવીર શેર કરી છે.

જેમાં તેની સાથે પાર્ટીની હોસ્ટ કરીના કપૂર અને કરિશ્મા કપૂર પણ છે. આ સિવાય તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ડિનર ટેબલ પર પડેલી કેન્ડલની તસવીર શેર કરીને લખ્યું છે ‘હેપ્પી એનિવર્સરી કરિશ્મા કપૂરે કરીના કપૂરના ઘરે થયેલા ગેટ-ટુગેધરની ઝલક દેખાડી છે.

જેમાં ફોઈની છોકરી નિતાશા નંદા તેમજ અન્ય કેટલાક મહેમાન પણ છે. આ સાથે લખ્યું છે ‘ફેમિલી અને ફ્રેન્ડ્‌સ – થેન્ક્‌સગિવિંગ’. સિસ્ટર ડ્યૂઓ કરીના-કરિશ્મા અને મલાઈકા-અમૃતા એકબીજા સાથે અદ્દભુત બોન્ડ શેર કરે છે. તેઓ સાથે હેન્ગ આઉટ કરે છે, પાર્ટી કરે છે અને વેકેશન પર પણ જાય છે.

હાલમાં જ એક રિયાલિટી શોમાં મલાઈકા અરોરાએ ખુલાસો કર્યો હતો કે, તેમની ચારેયની પસંદ અને નાપસંદ સરખી છે. જાે તે, ચારેયમાં કોઈ વાત સામાન્ય હોય તો એ છે કે, તેમને ફૂડ પસંદ છે. તેના કહેવા પ્રમાણે, તેમના માટે ફૂડની આસપાસ ફરે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.