Western Times News

Latest News from Gujarat

બેરોજગારી અને મોંઘવારી મુદ્દે પાટણમાં કોંગ્રેસની રેલી યોજાઇ

પાટણ, પાટણ શહેર કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દે રેલી કાઢવામાં આવી હતી. બેરોજગારી, મોંઘવારી તેમજ પેટ્રોલ-ડીઝલમાં વધતા ભાવ વધારાને લઇ કોંગ્રેસમાં રોષ જાેવા મળ્યો હતો. કોંગ્રેસે વિરોધ સાથે રેલી યોજીને દેખાવો કર્યા હતા.

પાટણના જાહેર માર્ગો પર કોંગ્રેસે ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. આ રેલીનું બગવાડા દરવાજા પાસે સમાપન થયું હતું. કોંગ્રેસે કહ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ૨૭ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. છતાં મોઘવારી રોજગારી જેવા જીવન જરૂરિયાત વાળા મુદ્દાની સમસ્યાએ માજા મૂકી છે.HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers