Western Times News

Gujarati News

દક્ષિણ આફ્રિકામાં દેખાયેલો નવો વેરિયન્ટ ચિંતાજનક છે

જિનીવા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની એડવાઈઝરી પેનલે સાઉથ આફ્રિકામાં દેખાયેલા કોરોનાના નવા વેરિયંટને ચિંતાજનક ગણાવ્યો છે. આ વેરિયંટને તજજ્ઞો દ્વારા ઓમાઈક્રોન નામ આપવામાં આવ્યું છે.

ગયા વર્ષે કોરોનાની શરુઆત થઈ ત્યારબાદ ભારત સહિતના કેટલાક દેશોમાં ૨૦૨૧માં એપ્રિલથી જુન મહિના દરમિયાન ભયાનક સેકન્ડ વેવ પણ જાેવા મળ્યો હતો. જાેકે, ત્યારપછી મહિનાઓ બાદ કોરોનાનો કોઈ નવો વેરિયંટ જાેવા મળ્યો છે કે જેને ડબલ્યુએચઓ દ્વારા જાેખમી ગણાવાઈ રહ્યો છે. અત્યારસુધી વિશ્વમાં ઉત્પાત મચાવનારો ડેલ્ટા વેરિયંટ આ જ કેટેગરીનો છે.

ખૂબ જ ઝડપથી ફેલાતા કોરોનાના આ વેરિયંટના જાેખમને જાેતા અનેક દેશોએ આફ્રિકન દેશોમાંથી આવતી ફ્લાઈટ્‌સ પર પ્રતિબંધ મૂકી દીધા છે. એટલું જ નહીં, શુક્રવારે દુનિયાભરના શેરબજારોમાં તેને લઈને ફફડાટ જાેવા મળ્યો હતો.

ભારત સહિતના અનેક દેશોના શેરબજારોમાં જેને કારણે ભયાનક વેચવાલી જાેવા મળી હતી. ભારતની વાત કરીએ તો, શુક્રવારે શેરબજારમાં ૨૦૨૧નો સૌથી મોટો ઘટાડો જાેવા મળ્યો હતો, જેમાં સેન્સેક્સ ૧૬૮૭ પોઈન્ટ્‌સ ઘટ્યો હતો.

જાેકે, ઓમાઈક્રોન વિશે વધુ માહિતી પ્રાપ્ત થાય તે પહેલા તેને લઈને વધારે પડતા સાવધ રહેવા સામે પણ ડબલ્યુએચઓએ ચેતવણી આપી છે. જાેકે, બે વર્ષમાં કોરોનાની ભયાનકતા જાેઈ ચૂકેલા વિશ્વના દેશો આ વેરિયંટને લઈને અત્યારથી જ સતર્ક બની ગયા છે.

બ્રિટિશ હેલ્થ સેક્રેટરી સાજિદ વાજિદે સંસદમાં જણાવ્યું હતું કે, કોરોનાના નવા વેરિયંટથી બચવા બને તેટલું જલ્દી સક્રિય થવું જરુરી છે. બીજી તરફ, સાઉથ આફ્રિકન એક્સપર્ટ્‌સનું કહેવું છે કે ઓમાઈક્રોન વધારે ઝડપથી ફેલાય છે, કે પછી તેની ઘાતકતા વધારે છે તેવા કોઈ નક્કર પુરાવા હજુ સુધી નથી મળ્યા. તેમણે એમ પણ કહ્યું હતું કે, અગાઉ જાેવા મળ્યું હતું તેમ, ઓમાઈક્રોનથી સંક્રમિત થયેલા કેટલાક દર્દીમાં કોરોનાના કોઈ લક્ષણ જાેવા નથી મળી રહ્યા.

ઓમાઈક્રોનમાં દેખાયેલા કેટલાક જિનેટિક ફેરફાર ચિંતાજનક છે, પરંતુ તેનાથી તે જાહેર આરોગ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે તે હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું. આ પહેલા બિટા સહિતના કેટલાક વેરિયંટ પ્રત્યે વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી હતી પરંતુ તેમનો ફેલાવો મર્યાદિત રહ્યો હતો.

જાેકે, હાલ તો ઓમાઈક્રોન સામે ચેતી ગયેલા યુરોપિયન યુનિયનના ૨૭ દેશોએ સાઉથ આફ્રિકામાંથી આવતી ફ્લાઈટ્‌સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તાજેતરમાં જ જ્યાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો નોંધાયો છે, તેવા યુરોપિયન દેશ જર્મનીના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે જાે નવો વેરિયંટ દેશમાં આવ્યો તો પરિસ્થિતિ વધુ વિકટ બનશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.