Western Times News

Gujarati News

ધ રોક ડ્‌વેન જાેનસને તેની ટ્રક ફેનને ગિફ્ટમાં આપી દીધી

https://www.instagram.com/p/CWtVCUxPmRy/ therock's profile picture therock Verified @coach_orod collapsed to the ground as he read a card I wrote to him that said, “Thank you for your service, brother and enjoy your new truck” (he’s a Navy vet) On Thanksgiving he deserves a helluva lot more than just me giving him my personal truck. I always say it’s nice to be important, but it’s more important to be nice.. And Oscar, exemplifies being nice and kind to his core. Takes care of his elderly mama. Personal trainer. Leader in his church. Supports and provides meals for women who are victims of domestic violence. A good, caring, grateful human being. He got up off the ground and launched into giving me the biggest heartfelt hug once he gathered himself and stopped hyperventilating ?????? Then we FaceTimed his girlfriend @heygorrrjess to let her know he’s picking her up in a new whip ?? I told him, now get outta here and go enjoy your new truck dude!!! One ???? and he was out ?? It’s the little things like this, that I get the greatest joy out of. But most importantly, I have the global platform to illuminate good, solid, grateful human beings, like Oscar. The kind we could always use more of. dj Credit: Dwayne Johnson Instagram

વોશિંગ્ટન, ધ રોક નામથી ઓળખાતા લોકપ્રિય અમેરિકન એક્ટર ડ્‌વેન જાેનસન અભિનયની સાથે સાથે પોતાની સ્ટાઈલને કારણે પણ વખણાય છે. તાજેતરમાં ડ્‌વેન જાેનસને એવું કામ કર્યું છે કે ચારેબાજુ તેમના વખાણ થઈ રહ્યા છે. ડ્‌વેન જાેનસને પોતાની પર્સનલ ટ્રક પોતાના એક ફેનને ગિફ્ટમાં આપી દીધી છે. ડ્‌વેન જાેનસનનો એક વીડિયો સામે આવ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

અમેરિકન નેવીના ઓસ્કર રોડિગ્રેઝને આ વર્ષે જાણે ક્રિસમસની ભેટ વહેલી મળી ગઈ. હોલિવૂડ સુપરસ્ટાર ડ્‌વેન જાેનસનની પર્સનલ ટ્રક ગિફ્ટમાં મળવી એ તેના માટે કોઈ નાની વાત નથી. ડ્‌વેન જાેનસન માટે આ ટ્રક ઘણી ખાસ હતી.

ડ્‌વેન જાેનસને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લખ્યું છે કે, તે પોતાના ફેન્સ માટે કંઈક સ્પેશિયલ કરવા માંગતા હતા. તેઓ પોતાની નવી રીલિઝ થયેલી ફિલ્મ રેડ નોટિસના સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે પહોંચ્યા હતા. તે પોતાના એક ફેન માટે કંઈક યાદગાર કરવા માંગતા હતા.

માટે તેમણે પોતાની પર્સનલ ટ્ર ગિફ્ટમાં આપવાનો ર્નિણય લીધો. ડ્‌વેન જાેનસને જે વીડિયો શેર કર્યો છે તે ઘણો ભાવુક કરનારો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે ફેન ટ્રક પર મૂકવામાં આવેલી એક નોટ વાંચે છે, જેમાં લખ્યું છે, તમારી સેવા માટે આભાર, તમારી નવી ટ્રકનો આનંદ માણો. આ વાંચીને ફેન ઈમોશનલ થઈ જાય છે અને ડ્‌વેન જાેનસનને ભેટી પડે છે.

ડ્‌વેન જાેનસને ગિફ્ટ આપવા માટે અમેરિકન નેવીના ઓસ્કર રોડિગ્રેઝની પસંદગી કરી તેની પાછળ પણ એક કારણ છે. ડ્‌વેન જાેનસન કહે છે કે, મેં દર્શકો વિષે જાણકારી મેળવી તો હું ઓસ્કરની વાતથી પ્રભાવિત થયો. તે પોતાના ૭૫ વર્ષીય માતાને દેખરેખ કરે છે.

પર્સનલ ટ્રેઈનર છે. ચર્ચમાં લીડર છે. ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓની મદદ કરે છે, તેમને ભોજન પહોંચાડે છે. ઓસ્કર માટે આ આખી ઘટના એક સપના સમાન હતી. તેને સમજ નથી પડતી કે કયા પ્રકારનું રિએક્શન આપવું. ઓસ્કરે આ ટ્રક સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે સાથે લખ્યું છે કે, મારી પાસે બોલવા માટે શબ્દ નથી કે હું કેટલો ધન્ય અને આભારી છું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.