Western Times News

Gujarati News

વિદેશથી આવનારાઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત

ઇન્ટરનેશનલ ટ્રાવેલરનો રિપોર્ટ પોઝિટિવ આવે તો સેમ્પલનું જીનોમ સિક્વસન્સ માટે મોકલવા કડક સૂચના અપાઈ છે

ગાંધીનગર, અન્ય દેશોમાં મ્યુટેડ કોરોના વેરિયેન્ટને લઈને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સચિવના પત્ર બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે. એરપોર્ટ ખાતે સંઘન ચેકીંગ અને કોરોના ફરિજિયાત કરવા ગુજરાતના આરોગ્ય વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે.

યુરોપ, યુનાઇટેડ કિડમ, બ્રાઝીલ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, બોસ્ટવાના, ચાઇના, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, હોંગકોગ ગુજરાતમાં આવતા પ્રવાસીઓના ફરજિયાપણે આરટીપીસીઆર ટેસ્ટ કરવા સૂચના અપાઈ છે. આ ઇન્ટરનેશનલ ટ્રાવેલરનો રિપોર્ટ પોઝિટિવ આવે તો સેમ્પલનું જીનોમ સિક્વસન્સ માટે મોકલવા પણ કડક સૂચના અપાઈ છે.

વિશ્વમાં જાેવા મળી રહેલા નવા કોરોના સ્ટ્રેઈનથી હડકંપ મચી ગયો છે. ડબલ્યુએચઓએ નવા કોરોના સ્ટ્રેઈનનું નામ ઓમીક્રોન આપી તેને વેરિયન્ટ ઓફ કન્સર્નમાં સમાવેશ કર્યો છે.

આવામાં ગુજરાત સરકારે યુરોપ, યુકે બ્રાઝીલ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, બોસ્ટવાના, ચાઇના, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, હોંગકોગ જેવા દેશમાંથી આવતા તમામ પ્રવાસીઓના ઇ્‌-ઁઝ્રઇ એરપોર્ટ પર ફરજિયાત કરવાનો ર્નિણય કર્યો છે. સાથે જ જે પ્રવાસી કોરોનાગ્રસ્ત હશે એમના સેમ્પલનું જીનોમ સિક્વનસિંગ કરવાના આદેશ અપાયા છે.

તો બીજી તરફ, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પણ કોરાના ટેસ્ટીંગ હાથ ધરાયુ છે. માસ્ક ન પહેરેલ મુસાફરોના ટેસ્કટ કરવાની કામગીરી ઝડપી કરાઈ છે. તો જે મુસાફરમાં કોરોનાના પ્રાથમિક લક્ષણ જેવા કે શરદી, ઉધરસ અને તાવ દેખાત તો તેમના પણ ટેસ્ટ કરવામા આવે છે. રેલવે સ્ટેશન પર આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટની સુવિધા અપાઈ છે.

કોરોના વાયરસ વકરે નહિ તે માટે અન્ય રાજ્યમાંથી આવતા મુસાફરોના ટેસ્ટ માટે આ ખાસ વ્યવસ્થા કરાઈ છે. કોરોનાના નવા સ્ટ્રેઈન મામલે અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડોક્ટર કમલેશ ઉપાધ્યાયે કહ્યું કે, આપણે ડરવાની કોઈ જરૂર નથી. જેમને કોરોના નથી થયો અને વેક્સીન નથી લીધી એવા તમામ લોકો ચેતી જાય.

બીજાે ડોઝ બાકી હોય તો સમય અવધિ મુજબ બીજાે ડોઝ લઈ લે. કોરોના સમયાંતરે એનું રૂપ બદલી રહ્યું છે, પરંતુ વેક્સીનને કારણે ભારતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કેસો પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી છે. રાજ્યભરમાં દિવાળી અને નવાવર્ષની ખરીદી સમયે જે ભારે ભીડ બજારમાં જાેવા મળી હતી, એ બાદ બીક હતી કે કેસો વધી શકે છે.

પરંતુ સદનસીબે સ્થિતિ વણસી નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર કેસો વધે તો એના માટે પણ તૈયાર છે, પરંતુ આપણે સૌ સાવચેતી રાખીશું તો સ્થિતિ ચોક્કસથી નિયંત્રણમાં રહેશે. આપણે નવા સ્ટ્રેઈનથી હાલ ડરવાની જરૂર નથી. જે પણ લોકો અન્ય દેશમાંથી ભારતમાં પરત ફરે છે એમને અહીં આવ્યા બાદ ૧૫ દિવસ સુધી ખાસ ધ્યાન રાખવા અપીલ. કોરોનાના એકપણ લક્ષણ હોય તો તાત્કાલિક કોરોના ટેસ્ટ કરાવે એવી વિનંતી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.