Western Times News

Gujarati News

કરિશ્મા તન્ના અને તેના બોયફ્રેન્ડ માટે એકતાએ પાર્ટી રાખી

મુંબઈ, ટેલિવિઝન ક્વીન એકતા કપૂરે હાલમાં જ પોતાના ઘરે યોજાયેલી એક પાર્ટીનો વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જેમાં એકતાની સાથે એક્ટ્રેસ કરિશ્મા તન્ના અને તેનો બોયફ્રેન્ડ વરુણ બાંગેરા જાેવા મળે છે.

એકતા કપૂરે એક વિડીયો શેર કર્યો છે જેમાં પાર્ટીની વિવિધ ક્ષણો કેદ થયેલી છે. વિડીયો જાેતાં એવું લાગે છે કે, કરિશ્મા અને વરુણના માનમાં આ પાર્ટી આપવામાં આવી હશે. એકતા કપૂરે વિડીયો શેર કરતાં વરુણ અને કરિશ્મા માટે ખાસ સંદેશ પણ લખ્યો છે.

તેણે લખ્યું, “અભિનંદન વરુણ અને કરિશ્મા. સુંદર ભવિષ્ય માટે શુભકામના. વિડીયોમાં ઓરિજિનલ ઓડિયો મ્યૂટ કરીને બેકગ્રાઉન્ડમાં ગીત મૂકવામાં આવ્યું છે. પરંતુ એકતા કપૂર પર ધ્યાન આપશો તો ખબર પડશે કે તે બોલી રહે છે, ‘હું તમારા બંને માટે ખૂબ ખુશ છું. બંનેને અભિનંદન.’ ત્યારે કરિશ્મા અને વરુણ બંને એકતાનો આભાર માને છે.

વરુણ વિડીયોમાં કરિશ્માની બાજુમાં ઊભેલો દેખાય છે. વિડીયોમાં આગળ હરલીન સેઠી તે બંનેની વચ્ચે ઊભી છે અને એકતા કહે છે, ‘આ છોકરી પરણી રહી છે તેનો મને ખૂબ આનંદ છે.’ જે બાદ હરલીન કરિશ્મા તરફ ઈશારો કરીને કહે છે કે, તે પરણવાની છે હું નહીં.

કરિશ્મા અને વરુણે સગાઈ કરી છે અને તેઓ ટૂંક સમયમાં જ લગ્ન કરવાના છે. કરિશ્મા અને વરુણની મુલાકાત કોમન ફ્રેન્ડ સુવેદ લોહિયા દ્વારા થઈ હતી. પહેલી મુલાકાત બાદથી જ તેમનો સંબંધ દિવસે ને દિવસે મજબૂત થયો હતો.

કરિશ્મા અને વરુણ છેલ્લા થોડા મહિનાઓથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેમની રોમેન્ટિક તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. એક્ટ્રેસ કોંગ્રેચ્યુલેશન્સ લખેલી કેકની તસવીર પણ સગાઈ બાદ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, કરિશ્મા ‘નચ બલિયે’, ‘બિગ બોસ ૮’, ‘ઝલક દિખલાજા’ જેવા જાણીતા રિયાલિટી શોનો ભાગ રહી ચૂકી છે. તે ‘ખતરોં કે ખિલાડી ૧૦’ની વિજેતા પણ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.