Western Times News

Gujarati News

સેલ્ફીનો ક્રેઝ ભારે પડ્યો,આઇઆઇટી વિદ્યાર્થિની સેજલ જૈનનો પગ લપસ્યો અને ગંગા નદીમાં તણાઇ

Files Photo

કાનપુર, ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં સેલ્ફી લેવી એક યુવતીને એટલી ભારે પડી કે તેણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. જાણકારી પ્રમાણે કાનપુર આઇઆઇટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની મિત્રો સાથે ગંગા બેરાજ પર ગઈ હતી. જ્યાં સેલ્ફી લઇ રહી હતી.

આ દરમિયાન તેનો પગ લપસ્યો હતો અને તે ગંગા નદીમાં પડી હતી. આ પછી તેની કોઇ ભાળ મળી ન હતી. પોલીસને સૂચના આપવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તરવૈયાની ટીમને બોલાવી હતી. તરવૈયાઓએ લગભગ એક કલાક યુવતીની શોધ કરી હતી. જે પછી તેને બહાર કાઢવામાં આવી હતી.મિત્રો તેને હોસ્પિટલ લઇ ગયા હતા.

જાેકે ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થિની ઓળખ સેજલ જૈન તરીકે થઇ છે. જે મૂળ રાજસ્થાનની રહેવાસી છે. પોલીસે વિદ્યાર્થિનીના પરિવારજનોને જાણ કરી છે.

પોલીસને મળેલી જાણકારી પ્રમાણે સેજલ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાની રહેવાસી હતી. તે આઈઆઈટી કાનુપુરમાં સેકન્ડ યરની વિદ્યાર્થિની હતી. સેજલના ભાઈએ જણાવ્યું કે લગભગ સાંજે ૬ કલાકે પોતાના મિત્રો સાથે ગંગા બેરાજ પર ફરવા ગઈ હતી. આ દરમિયાન બેરાજમાં ડેન્જર ઝોનમાં જઈને સેલ્ફી લેવા લાગી હતી. આ દરમિયાન અચાનક પગ લપસ્યો હતો અને સીધી ગંગામાં પડી હતી.

સેજલને પડતી જાેઈને લોકોએ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ વહેતા પાણીના કારણે તેને બચાવી શક્યા ન હતા. આ પછી પોલીસને સૂચના આપવામાં આવી હતી. સૂચના મળવા પર આઇઆઇટી મેનેજમેન્ટની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.તરવૈયાની ટીમને બોલાવી હતી. તરવૈયાઓએ લગભગ એક કલાક યુવતીની શોધ કરી હતી. જે પછી તેને બહાર કાઢવામાં આવી હતી. મિત્રો તેને હોસ્પિટલ લઇ ગયા હતા. જાેકે ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.