Western Times News

Gujarati News

વડતાલધામ નૈરોબી મંદિર, સંપ્રદાયનું આધ્યાત્મિક કેન્દ્ર બનશે: ડો સંત સ્વામી

(પ્રતિનિધિ) આણંદ, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલ તાબાનું આફ્રિકા ખંડમાં પ્રથમ મંદિર નિર્માણ થઈ રહ્યું છે.

આ મંદિર વિષે માહિતી આપતા ડો સંત સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ મેનેજીંગ ટ્રસ્ટીબોર્ડ અને સતંસંગ મહાસભાના પુરૂષાર્થની સાથે સાથે વર્તમાન ગાદીપતિ પ પૂ ધ ધૂ ૧૦૦૮ આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે બે દેશ ગાદીના ભક્તોના સમર્પણથી આ મંદિર નિર્માણ થઈ રહ્યું છે.

કોરોના કાળમાં પણ દાતાઓએ શ્રદ્ધા અને વિશ્વાસથી ખૂબ પૂરુષાર્થ કરીને બાંધકામ શરૂ કર્યુ છે . મંદિરનું સુપર સ્ટક્ચરનું કામ પૂર્ણ થયું છે. મંદિરમાં પાર્કીંગ – પ્રસાદરૂપ ભોજનની વ્યવસ્થા સાથે સાથે બાળ યુવા ઘડતરની વ્યવસ્થાઓ થઈ રહી છે . આપણા સતંસંગના સંસ્કારો આપણી ભવિષ્યની પેઢીમાં ઉતરે , તેના માટે મંદિરોની મહત્વની ભૂમિકા રહી છે.

કેન્યાના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ કે કે વરસાણી, વડતાલના પરેશ પટેલ , મહેળાવના પરેશ પટેલ તથા મિતેશ પટેલ હરિકૃષ્ણ પટેલ – કરોલી , કચ્છના કુંવરજી વરસાણી , હરજી રાઘવાણી . કીશોર રાઘવાણી , પ્રથમેશ પટેલ નાર ,ક્રાંતિભાઈ એમ્બુવાળા વગેરે સક્રિય કાર્યકર્તાઓ રાત્રી દિવસ પૂરૂષાર્થ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.