Western Times News

Gujarati News

મિશિગનની સ્કૂલમાં ૧૫ વર્ષનાં વિદ્યાર્થીએ ગોળીઓ ચલાવી

વોશિંગટન, અમેરિકાનાં મિશિગનમાં એક હાઇ સ્કૂલમાં મંગળવારનાં અંધાધુન ગોળીબાર થયો. એક ૧૫ વર્ષિય વિદ્યાર્થીએ કથિત રીતે ગોળીઓ ચલાવી. જેમાં ત્રણ અન્ય વિદ્યાર્થીઓનાં મોત થઇ ગયા છે. તો ઓછામાં ઓછા આઠ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતાં.

પોલીસે ૧૫ વર્ષનાં હુમલાખોરની અટકાયત કરી છે જે તે જ સ્કૂલમાં ભણતો હતો. તેની પાસેથી પોલીસે એક હેન્ડગન પણ જપ્તે કરી લીધી છે.વોશિંગટનઃ અમેરિકાનાં મિશિગનમાં એક હાઇ સ્કૂલમાં મંગળવારનાં અંધાધુન ગોળીબાર થયો.

એક ૧૫ વર્ષિય વિદ્યાર્થીએ કથિત રીતે ગોળીઓ ચલાવી. જેમાં ત્રણ અન્ય વિદ્યાર્થીઓનાં મોત થઇ ગયા છે. તો ઓછામાં ઓછા આઠ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતાં. પોલીસે ૧૫ વર્ષનાં હુમલાખોરની અટકાયત કરી છે જે તે જ સ્કૂલમાં ભણતો હતો.

તેની પાસેથી પોલીસે એક હેન્ડગન પણ જપ્તે કરી લીધી છે. ઓકલેન્ડ કાઉન્ટી શેરિફ કાર્યાલયએ એક નિવેદનમાં કહ્યું કે, ઓક્સફોર્ડ હાઇ સ્કૂલમાં બપોર બાદ થયેલાં હુમલામાં એક શિક્ષક સહિત છ અન્ય લોકો ઘાયલ છે.

ડેટ્રોઇટથી આશરે ૪૦ મીલ (૬૫ કિલોમિટર) ઉત્તરમાં એક નાનકડાં હેર ઓક્સફોર્ડમાં હુમલાની ઘટના બની છે. હજુ સુધીતે પાછળનું કારણ જાહેર થયુ નથી. ઓકલેન્ડ કાઉન્ટી અંડરશેરિફ માઇકલ જી. મેકકેબે મુજબ માર્યા ગયેલાં ત્રણ વિદ્યાર્થીઓમાં એક ૧૬ વર્ષિય યુવક, એક ૧૪ વર્ષિય યુવતી અને એક ૧૭ વર્ષિય યુવતી શામેલ છે.

મેકકેબે કહ્યું કે, આઠ અન્ય લોકોને ગોળી લાગી છે. જેમાંથી એક શિક્ષક છે. તેમાંથી છ લોકોની હાલત સ્થિર છે. અધિકારીઓએ સ્કૂલમાં ઘણી ખાલી કારતૂસ પણ મળી છે. એવું માનવામાં આવે છે કે, ૧૫-૨૦ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી છે.

સંદિગ્ધે બોર્ડ આર્મર નહોતું પહેર્યું. પોલિસ વિભાગ અનુસાર આ ઘટનામાં હુમલાખોર એકલો જ હતો. ગોળી કેમ ચલાવી તે અંગે હાલમાં તપાસ જાહેર છે. રોચેસ્ટર હિલ્સ ફાયર ડિપાર્ટમેન્ટથી જન સૂચના અધિકારી જાેન લાઇમેન અનુસાર, આશરે ૨૫ એજન્સીઓ આશરે ૬૦ એમ્બ્યુલેન્સે તુરંત જ બચાવ કાર્ય શરૂ કરી દીધુ છે.

પોલીસ મેકકેબે કહ્યું કે, હાલમાં આ અંગે કંઇ જ માલૂમ નથી થયું. માર્યા ગયેલાં ત્રણ વિદ્યાર્થીઓને નિશાનો બનાવવામાં આવ્યો હતો કે નહીં. તેણે કહ્યું કે, ‘અમે આ સુનિશ્ચિત કરવામાં હાઇ સ્કૂલનાં ત્રણ સ્વીપ કર્યું છે. કોઇ અન્ય પીડિત ન હોય, અમે તેની તપાસ કરી રહ્યાં છે. એવરીટાઉન ફોન ગન સેફ્ટી અનુસાર, આ વર્ષની સૌથી ઘાતક સ્કૂલ શૂટિંગ હતી.

એવરીટાઉન દ્વારા જણાવવામાં આવેલાં આંકડા અનુસાર, મંગળવારની ઘટના પહેલાં ૨૦૨૧માં સંયુક્ત રાજ્યભરનાં સ્કૂલોમાં ૧૩૮ ગોળીબાર થયો હતો. તે ઘટનાઓમાં ૨૬ મોત થયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.